________________
આવી રીતે રતન બેનના ઉચ્ચ જીવનથી શેઠ કારશીભાઇનું જીવન પણ સંસારની આધિ વ્યાધિથી મુકત હતું. નિશ્ચિત હતું. દંપતિ જીવન સુખ સંપતિ અને ધામક કૃત્યથી પસાર થતું હતું. કલશ કે ઉપાધીનું તે સ્વપ્ન પણ નહતું.
આવું આજ સુખી જીવન દરેક પ્રકારને વૈભવ કુદરતને નહિ ગમ્યા હોય તેમ આ કુટુંબ રંગુનથી સગા સંબંધીના લગ્ન નિમિત્તે દેશમાં (આસાબીયા કચ્છમાં ) આવ્યા. કે થોડા જ દિવસમાં રતન બહેનને પેટમાં અસાધારણ વાયુ દુખાવે ઉત્પન્ન થયો. માને કે જીવલેણ રોગ થય. કુટુંબીજને તેમના આ વ્યાધિથી હતાશ થઈ ગયા પરંતુ કુદરતને જે વાત ન ગમી ત્યાં મનુષ્યનું શું ગજું.
શેઠ કરશીભાઈ ધૈર્યશાલી, ધર્મપ્રેમી હેવાથી તેમજ અભ્યાસી હેવાથી તેમનાં પત્નિ રતન બહેનને ધાર્મિક સૂત્રો, સ્તોત્ર, સઝાય વિગેરે સંભળાવી તેમનું દુઃખ ઓછું કરતા હતા. આખરે સર્વે કુટુંબી જનોને, સગા સબંધીઓને ખમાવી રતન બહેને સં. ૧૯૮૩ના વૈશાખ સુદી ૧૪ શનીવારના રાત્રીના લગભગ નવ વાગે બીદડા મુકામે (પિતાને મોસાળ ) દેહ ત્યાગ કર્યો. આવાં અંતીમ સમયે પણ તેમનું જીવન કેટલું ધર્મમય છે તે વિચારવા જેવું છે.
અંત સમયે પોતાને જીવ મોહ-માયામાં, પુત્રાદિ પ્રેમમાં ન પડી જાય. માટે તેમણે સિને આગલે દિવસે આસાંબીયા રવાના કર્યા.
આવાં સ્ત્રી રત્નની જીવન રેખા લખતાં અમારી કલમ પણ ચાલતી નથી કે આવી ઉત્તમ સન્નારીઓ કેમ અપાયુષી હશે ! પરમાત્મા તેમના આત્માને પરમ શાંતી આપે તે ઇચ્છવા સાથે સ્ત્રીઓનાં આવાં ઉચ્ચ જીવન દરેક સ્ત્રીઓ વાંચી સાર ગ્રહણ કરી પિતાના જીવનને ઉચ્ચ બનાવી કુટુંબમાં વાત્સલ્યભાવના વધારે એજ અમા ઈચ્છીએ છીએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com