Book Title: Sthambhan Parshwanath Charitra Author(s): Manilal Nyalchand Shah Publisher: Jain Sasti Vanchanmala View full book textPage 9
________________ જનેને સારે પ્રેમ મેળવ્યો હતો. ધર્મચુસ્ત એટલા બધાં હવા સાથે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણું તે તેમની એક આવશ્યક ક્રિયા હતી. પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુના તો તેઓ અનન્ય ભકિતવાળાં હતાં. કુદરતે રતન બહેનને તેમના આવા ઉચ્ચગુણો નિર્ભય, નિષ્કપટી જીવનથી દરેક જાતને વૈભવ આપે હતા તેમને એક પુત્ર ભાઈ રવજીભાઈ, કે જેમની ઉમર હાલ ૩૧ વર્ષની છે. તેમને પણ બે પુત્રો નામે શાંતીલાલ અને જેઠાલાલ તેમ જ ત્રણ પુત્રી નામે સુંદરબાઈ, કેશરબાઈ અને નિર્મળાબાઈ નામે છેઆવી કુટુંબની વીશાળતા દરેક પ્રકારની સ્મૃદ્ધિ તેમનાં સાસુ હીરબાઈ (શેઠ કેરશીભાઈનાં વૃદ્ધ માતુશ્રી) પણ મેળવી શક્યાં. સંસારનો ઉભય પ્રકારને લ્હાવો લઈ રહ્યાં છે. સારા હિંદુસ્તાનમાં આવાં કુટુંબ કે જ્યાં માતા-પિતા, પુત્ર-પુત્રી, પ્રપૌત્ર પ્રપૌત્રી વગેરે સંપત્તિ-વૈભવમાં નીરખવાને સમય કોઈક જ ભાગ્યશાળીને મળે છે. પુર્વાની પુરી પુણ્યાઈને યોગે જ આવી સામગ્રી મળે છે. અને ટકે છે. અધુરી પુણ્યાઈમાં કંઈકને કંઈક સંસારીક વ્યાધિ ઉભી જ હોય છે. જ્યારે રતન બહેન જેવા પુણ્યશાળીને આ વૈભવ સાંપડ્યો હતો. આવા સ્વર્ગીય સુખમાં પણ રતનબહેન પિતાનું કર્તવ્ય ચુક્યાં નહોતાં. શ્રી શત્રુંજય, શ્રી ગિરનાર, સમેતશિખરજીની મોટી યાત્રાઓ કરવા ઉપરાંત ઘણા ગામનાં જિનાલયનાં દર્શનનો લાભ તેમણે લીધો હતો. આટલી શ્રીમંતાઈમાં નિરાભીમાનને ખાસ ગુણ વળગી રહ્યો હતો ગરીબ, અભ્યાગત, લુલાં, લંગડા, ભુખ્યા દુખ્યાને હજાર કામ પડતાં મુકીને સતિષથી જમાડતાં. આધુનીક બહેને ગમે તે શ્રીમંત હેકે ગમે તે સાધારણ છે. તેમણે આવાં ઉગ્નજીવનમાંથી ઘણું ગ્રહણ કરવાનું છે. સરળ હદયી, વાત્સલ્યભાવ, નિરાભીમાન વગેરે ગુણેને શણગારરૂ૫ માની તદરૂપ થવાની જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 358