________________
HT- શ્રાવક સામાયિક પ્રતિકમણ, સુત્રાપIIIIIII. સમ્મત્ત સહણા - સમકિતની શ્રદ્ધા એહવા સમકિતના - એવા સમકિત જીવ સમણોવાસએણે - શ્રમણોપાસક શ્રાવકને સમ્મત્તસ્સ - સમકિતના પંચ અઈયારા - પાંચ અતિચાર પેયાલા
પ્રધાન, મુખ, પાતાળ કળશા સંમાન,
મોટા ભયંકર, જાણિયવા - જાણવા યોગ્ય (પણ) ન સમાયરિયવા - આચરવા યોગ્ય નહિ, તે જહા
તે જેમ છે તેમ તે આલોઉં શંકા
જૈનધર્મને વિષે શંકા રાખવી તે કંખા
- મિથ્યાત્વીના મતની ઇચ્છા કરવી ? વિતિગિચ્છા - કરણીના ફળમાં સંદેહ રાખવો, પરફાસંડ પરસંસા - બીજા પાખંડીમતના વખાણ કર્યા હોય
૧. જૈનધર્મ સાચો હશે કે ખોટો ? આવી શંકા ન કરવી. અને કોઈ વાત ન સમજાતી હોય તે ગુરુજીને પૂછી શંકાનું નિવારણ કરવું, પણ આપણો કેવલી પ્રરૂપિત ધર્મ સાચો હશે કે કેમ ? વગેરે શંકા કરવી નહિ. આપણો કેવલી પ્રરૂપિત જૈનધર્મ સો ટચનું સોનું છે, તેમાં શંકા કરવા જેવું કાંઈ છે જ નહિ, એવી દ્રઢ શ્રદ્ધા રાખવી.
૨. અન્ય ધર્મના ઠાઠમાઠ આડંબર દેખી તેવા ઘર્મની ઈચ્છા કરવી તે. એટલો નિશ્ચય રાખવો કે ધામધૂમ ઘમાલ હોય ત્યાં ઘર્મ હોઈ શકે જ નહિ. ધર્મ તો શાંતિમાં જ છે.
૩. હું આટલી ધર્મક્રિયા કરું છું. તેનું ફળ મળશે કે નહિ?વગેરે શંકા કરવી, દરેક ચીજનું ફળ હોય છે, તો સામાયિક, સંવર, પૌષધ વગેરેનું ફળ કેમ ન હોય ? ફળ જરૂર મળશે જ અને તે પણ અતિ ઉત્તમ. માટે જરા પણ શંકા રાખ્યા વગર એકાંત કર્મોની નિદ્રા માટે શુભકરણી કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org