________________
૫,૫
જ.૫
પ્ર.
જ..
૫.૭
૪.૭
પ્ર.૧
જ.૧
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
અશાંતિનું કારણ છે, તેનાથી કલહ, હિંસા, બેઇમાની વગેરેનો પ્રાદુર્ભાવ (દુષ્ટભાવ) થાય છે. અપરિગ્રહવ્રતનું પાલન કરવાથી શું લાભ થાય છે ? ઇચ્છાજનક સંકલ્પ, વિકલ્પથી મુક્તિ મળે છે. વર્તમાનમાં પ્રાપ્ત હોય તે ધન આદિમાં આસક્તિ મંદ બને છે. તેના અભાવમાં પણ સંતોષ મળે છે. શાંતિથી ઉંઘ આવે છે. વગેરે અનેક લાભ છે.
પરિગ્રહ ઓછો કરવા માટે શું ચિંતન કરવું જોઇએ ? પરિગ્રહ પાપનું કારણ છે. તેથી સંપૂર્ણ અપરિગ્રહી ક્યારે બનીશ ? આ મનોરથ ચિંતવવો. પરિગ્રહમાં આસક્તદુર્યોધન, કોણિક વગેરે તથા પરિગ્રહત્યાગી ભરત ચક્રવર્તી, ધન્નામુનિ, અર્હન્નક વગેરેના ચારિત્ર પ્રત્યે ધ્યાન દોરવું.
આ વ્રતમાં અતિચાર અને અનાચાર કેવી રીતે લાગે છે ? જે – જે બોલોની જેટલી મર્યાદા કરી હોય. તેનું બેપરવાહીથી અજાણ્યે હિસાબ – કિતાબ નહીં મેળવવાથી ઉલ્લંધન થયું હોય તો આ બધી મર્યાદાઓનો અતિચાર છે. ઉપયોગપૂર્વક લોભ આદિને કારણે જાણી જોઇને મર્યાદાઓનું ઉલ્લંધન કરવું અનાચાર છે.
૬. દિશા પરિમાણ વ્રત
દિશા પરિમાણવ્રત કેટલાં પ્રકારનાં છે ?
દિશાઓ છ છે. જે દિશામાં જેટલું જવું પડે તેટલી મર્યાદા ક૨વી. જેમકે – ઊંચા પર્વત પર કે હવાઇ જહાજથી અમુક કિ.મી.થી વધુ ઉંચે નહીં જઉં. તળધરમાં, ખાણમાં આટલા હાથથી નીચે નહીં જઉં. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં આટલા
Jain Education International
૨૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org