________________
જ, ૫.
IIIIIIIIII 'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પ્ર. ૪. “સચિત્તાહારે' અતિચાર શું છે? જ. ૪. સચિત્ત ત્યાગી શ્રાવક સચિત્ત વસ્તુ જેવી કે – પૃથ્વી, પાણી,
વનસ્પતિ વગેરેનો આહાર કરવો, તથા સચિત્ત વસ્તુની મર્યાદા કરનાર શ્રાવક દ્વારા મર્યાદા ઉપરાંત સચિત્ત વસ્તુનો આહાર કરવો અથવા જે વસ્તુઓ અચિત્ત ઉપયોગમાં લેવામાં આવે છે
તેનું સચિત્તરૂપ ઉપયોગમાં લેવું સચિત્તાહાર છે. પ્ર. ૫. સચિત્ત ત્યાગથી શું લાભ છે?
(૧) સ્વાદ પર જીત. (૨) જ્યાં અચિત્ત વસ્તુ ખાવાની સુવિધા ન હોય ત્યાં સંતોષ. (૩) તડબૂચ વગેરે એવા પદાર્થો કે જેને સૂકવીને ખાઈ શકાતું નથી તેનો હંમેશને માટે ત્યાગ, (૪) તિથિ, પર્વના દિવસોએ ઘરમાં આરંભ ન થવો, જીવો પ્રત્યે વિશેષ અનુકંપાનું લક્ષ્ય વગેરે કેટલાય લાભ છે. આ બધાને માટે
ઉપયોગી થઈ શકે છે. પ્ર. ૬. સચિત્ત પડિબધ્ધાહારે કોને કહે છે? જ. દ. સચિત્ત વૃક્ષાદિથી સંબંધિત અચિત્ત ગુંદર (વૃક્ષોના તળે જામતો
રસ) કે પાકા ફળો વગેરે ખાવું અથવા સચિત્ત બીજથી સંબંધિત અચિત્ત ખજૂર આદિ ખાવું અથવા બીજસહિત ફળને એમ વિચારીને ખાવું કે તેમાંથી અચિત્ત ભાગ ખાઈ લઈશ અને સચિત્ત બીજ આદિ ભાગ ફેંકી દઈશ, આ “સચિત્ત
પ્રતિબદ્ધાહાર” છે. પ્ર. ૭. “અપક્વ ઔષધિ ભક્ષણ' અતિચાર કેવી રીતે લાગે છે? જ. ૭. અપક્વ એટલે કે સંપૂર્ણ રીતે અચિત્ત ન બન્યા હોય તેવા
પદાર્થોનો આહાર કરવાથી અપક્વ ઔષધિ ભક્ષણ અતિચાર
લાગે છે. જેવા કે કાચા પાકા ખારીયા વિ. પ્ર. ૮. “દુષ્પકવ ઔષધિ ભક્ષણ' અતિચાર શું છે?
(299
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org