________________
|||IIIIIIIII- શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આUTTTTTTTTTT
આહાર, શરીર, ઉપધિ, પચ્ચખું પાપ અઢારા
જ્યાં સુધી હું બોલું નહીં, એકવાર નવકાર / પ્ર. ૬. મારણાંતિક સંખનાની વિધિ શું છે? જ. દ. સંલેખનાનો યોગ્ય અવસર જોઈને સાધુ-સાધ્વીજીની સેવામાં કે
તેમના અભાવે અનુભવી શ્રાવક-શ્રાવિકા સામે પોતાના વ્રતોમાં લાગેલા અતિચારોની નિષ્કપટ આલોચના કરી પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. તેમાં ચાર આહાર અને અઢાર પાપનો ત્રણ કરણ ત્રણ યોગથી ત્યાગ કરવામાં આવે છે. જો કોઈનો સંયોગ ન મળે તો સ્વયં પોતે આલોચના કરીને સંલેખના તપ ગ્રહણ કરી શકાય છે. જો તિવિહાર અનશન ગ્રહણ કરવો હોય તો ““પાણ” શબ્દ ન બોલવો જોઈએ. ગાદી, પલંગનો ઉપયોગ, ગૃહસ્થો દ્વારા સેવા આદિ કોઈ છૂટ રાખવી હોય તો
તેના માટે છૂટ રાખી લેવી જોઈએ. પ્ર. ૭. ઉપસર્ગ સમયે કેવી રીતે સંલેખના કરવી જોઈએ? જ. ૭. જ્યાં ઉપસર્ગ ઉપસ્થિત થાય ત્યાંની ભૂમિ પૂંજીને “નમોન્યૂણેથી
વિહરામી' સુધીનો પાઠ બોલવો જોઈએ અને પછી આ પ્રમાણે બોલવું જોઈએ. જો ઉપસર્ગથી બચુતો અનશન પાળવો કલ્પ
છે, નહીંતર જીવનપર્યત – આજીવન અનશન છે.'' પ્ર. ૮. સંલેખના એ શું આત્મહત્યા છે? જ. ૮. સંલેખના, આત્મહત્યા નથી. સંલેખનાનો ઉદ્દેશ આત્મઘાત
કરવાનો નથી પરંતુ આત્મગુણ ઘાતક અવગુણોનો નાશ કરવાનો છે. સંલેખના આત્મોત્થાનની દ્રષ્ટિથી કરવામાં આવે છે. આ આત્મશુદ્ધિ અને પ્રાયશ્ચિત્તનું મહાનમાં મહાન તપ છે. આ ઉગ્ર વ્રત છે અને અંતિમ ક્ષણોમાં સાધનાશીલને ચિરશાંતિ પ્રદાન કરવાનું પ્રબળ સાધન છે. આત્મહત્યા રાગ-દ્વેષ તથા મોહવૃત્તિથી જ થાય છે. આત્મઘાત સામાન્ય રીતે લજ્જો,
કામ =
in to
ર ર ૭ ના
કાકા મામા
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org