Book Title: Shravaka Samayika Pratikramana Sutra
Author(s): Sudharma Prachar Mandal - Ahmedabad
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 254
________________ ITTTTTTTTT શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર બાપા પ્ર.૨૮ તેર ક્રિયાસ્થાન કયા કયા છે? જ.૨૮ (૧) અર્થયિા (૨) અનર્થ ક્રિયા (૩) હિસાક્રિયા (૪) અકસ્માત ક્રિયા (૫) દ્રષ્ટિવિપર્યાસ ક્રિયા (દ) મૃષા ક્રિયા (૭) અદત્તાદાન ક્રિયા (૮) અધ્યાત્મ ક્રિયા (૯) માન ક્રિયા (૧૦) મિત્ર ક્રિયા (૧૧) માયા ક્રિયા (૧૨) લોભ ક્રિયા (૧૩) ઈર્યાપથિકી ક્રિયા. પ્ર. ૨૯ અબ્રહ્મચર્યના અઢાર ભેદ કયા કયા છે? જ. ૨૯ દેવ સંબંધી ભોગોનું મન, વચન અને કાયાથી જાતે સેવન કરવું, બીજા પાસે કરાવવું તથા કરતાંને સારા જાણવાં – આ રીતે નવ ભેદ વૈક્રિયશરીર સંબંધી હોય છે. મનુષ્ય, તિર્યંચ સંબંધી ઔદારિક ભોગોના પણ આ રીતે નવ ભેદ સમજવા જોઈએ. આ રીતે અબ્રહ્મચર્યના કુલ ૧૮ ભેદ થાય છે. પ્ર.૩) અસમાધિ કોને કહે છે? જ.૩૦ સત્કાર્ય કરવાથી ચિત્તને શાંતિ મળે, આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી મોક્ષમાં અવસ્થિત રહે, તેને સમાધિ કહે છે. અને જે કાર્યથી ચિત્તમાં અપ્રશસ્ત અને અશાંત ભાવ થાય, જ્ઞાનાદિ મોક્ષમાર્ગથી આત્મા ભ્રષ્ટ થાય તેને અસમાધિ કહે છે. અસમાધિના ૨૦ સ્થાન કહ્યાં છે. પ્ર.૩૧ સબલ દોષ કોને કહે છે? જ.૩૧ જે કાર્યો કરવાથી ચારિત્રની નિર્મળતા નષ્ટ થઈ જાય છે, તેને સબળ દોષ કહે છે. સબળ દોષ ૨૧ છે. પ્ર.૩૨ ચોવીસ જાતિના દેવ કયા કયા છે? જ.૩૨ અસુરકુમાર વગેરે દસ ભવનપતિ, ભૂત, યક્ષ વગેરે આઠ વ્યંતરો, સૂર્ય, ચંદ્ર વગેરે પાંચ જ્યોતિષી અને વૈમાનિકદેવ આ રીતે કુલ ૨૪ જાતિના દેવ છે. પ્ર.૩૩ પ્રાણ, ભૂત, જીવ અને સત્વ કોને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266