________________
luuuu શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર મuuuuuuu
પ્ર.૩૮ ઉપાધ્યાયની આશાતના શું છે? જ.૩૮ ઉપાધ્યાયને શાસ્ત્રના કીડા, જેની કોઈ વાત સાંભળવા લાયક
ન હોય તેવા, વાળને જડમૂળથી ઉખાડી નાંખનાર, વર્તમાન પ્રવાહ - યુગપ્રવાહથી અપરિચિત, ચમત્કારવિહિન વગેરે
માનવાં – કહેવાં ઉપાધ્યાયની આશાતના છે. પ્ર.૩૯ સાધુ-આશાતના કેવી રીતે થાય છે? જ. ૩૯ “સાધુ હોવું એ નપુંસક હોવું છે.” “આત્મ-સાધક સ્વાર્થી છે.
કમાતા ન આવડ્યું તો સાધુ બની ગયા.” વગેરે કહેવા - માનવાથી પ્રાસુક નિર્દોષ આહારપાણી વિગેરે ન આપવાથી
સાધુની આશાતના થાય છે. પ્ર.૪૦ સાધ્વી – આશાતના શું છે? જ.૪૦ સાધ્વીઓ કલહકારિણી જ હોય છે.” સ્ત્રી સાધુધર્મ પાળી
જ શકતી નથી.” ““સ્ત્રીઓ અપવિત્ર છે, તેથી સાધ્વીઓ પણ અપવિત્ર છે.' વગેરે રૂપે અવહેલના કરવી સાધ્વીની
આશાતના છે. પ્ર.૪૧ શ્રાવકની આશાતના કોને કહે છે? જ.૪૧ ગૃહવાસમાં અંશમાત્ર ધર્મ નથી. તેથી શ્રાવક ધર્મઆરાધક
થઈ શકતો નથી.' સંસારના પ્રપંચમાં શ્રાવકો શું ધર્મ પાળતાં હશે ? – વગેરે કહેવાથી શ્રાવકોની અવહેલના થાય છે જેને
શ્રાવકની આશાતના કહે છે. પ્ર.૪ર શ્રાવિકાની આશાતના વિશે શું અભિપ્રાય છે ? જ.૪૨ “સ્ત્રીઓ કપટી હોય છે. તેથી શ્રાવિકાઓ શું ધર્મ પાળશે?”
“ધર્મસ્થાનમાં ભેગી થઈને દુનિયાભરની નિંદા કરે છે.' નિઠલિઓ – ઘરમાં જેને કોઈ કામ ન હોય તેવી -ને ઘરમાં કામ નથી તેથી માં બાંધીને બેસી જાય છે. ““શ્રાવિકા ઘરકામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org