________________
ITUTIIT/II શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર માઘ
લાગેલી રહે છે, આરંભમાં જ જીવન ગુજારે છે. બાળકોના મોહમાં ફસાયેલી રહે છે તેમની સગતિ શી રીતે થશે!” વગેરે કહેવું એ શ્રાવિકાઓની અવહેલના છે જે ત્યજ્ય છોડવા યોગ્ય
છે.
પ્ર.૪૩ દેવની આશાતના કેવી રીતે થાય છે? જ.૪૩ દેવતાઓને કામગર્દભ (ગર્દભ - ગધેડો) કહેવાં, તેમને આળસુ
અને અશક્ત કહેવા, દેવતા માંસ ખાય છે, દારૂ પીએ છે, વગેરે નિંદાસ્પદ સિદ્ધાંતોનો પ્રચાર કરવો, દેવતાઓનો અપલાપ –.
અવર્ણવાદ કરવો એ દેવની આશાતના છે. પ્ર.૪૪ આલોક અને પરલોકની આશાતના શું છે? જ.૪૪ સ્વજાતિનો પ્રાણીવર્ગ “ઈહલોક – આલોક' કહેવાય છે અને
વિજાતિય પ્રાણી વર્ગ પરલોક કહેવાય છે. આલોક અને પરલોકની અસત્ય-જુઠી પ્રરૂપણા કરવી, પુનર્જન્મ વગેરે ન માનવાં, નરકાદિ ચાર ગતિઓના સિદ્ધાંત પર વિશ્વાસ ન
રાખવો વગેરે આલોક અને પરલોકની આશાતના છે. પ્ર.૪૫ ““સદેવમણૂઆસુરસ્સ લોગસ્સ આસાયણાએ' વિશે શું
અભિપ્રાય છે. જ.૪૫ દેવ, મનુષ્ય, અસુર આદિ સહિત લોકના સંબંધે ખોટી પ્રરૂપણા
કરવી ““સદેવમણુઆસુરસ્સ લોગસ્સ આસાયણાએ” છે. જેમકે – આ લોક દેવે બનાવેલો છે. બ્રહ્મા – ઈશ્વરકૃત છે, સાત
દ્વિીપ, સાત સમુદ્રપર્યત જ લોક વગેરે.... પ્ર.૪૬ કાળ – આશાતના કોને કહે છે? જ.૪૬ પાંચ સમવાયમાં કાળ સમવાયને ન માનવો તે કાળની
આશાતના કરવી કહેવાય છે. કાળ વર્તના લક્ષણારૂપ છે. જો કાળ ન હોય તો દ્રવ્યમાં રૂપાંતર જ કેવી રીતે થઈ શકે છે? આવા કાળને ન માનવો તે “કાળ આશાતના” છે. ધાર્મિક પુરુષાર્થ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org