________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
છે. તેનાં ત્રણ ભેદ છે. (૧) દેવવિષયક, (૨) ગુરુવિષયક. (૩) ધર્મગત લૌકિક મિથ્યાત્વ. જેમકે માતાજી, દેવ વગેરેની માનતાઓ રાખવી વગેરે.
પ્ર.૨૦ લોકોત્તર મિથ્યાત્વ કોને કહે છે?
જ.૨૦ લોકોત્તર તીર્થંકર દેવ પાસે લૌકિક વસ્તુની માંગણી કરવી તથા તેમને લૌકિક વસ્તુ આપનાર સમજવા, તે લોકોત્તર મિથ્યાત્વ છે.
પ્ર.૨૧ કુપ્રાવનિક મિથ્યાત્વ કોને કહે છે ?
જ.૨૧ નિગ્રંથના પ્રવચન સિવાય અન્ય કુપ્રાવચનિક
મિથ્યા
પ્રવચનના પ્રવર્તક, પ્રચારક અને મિથ્યા પ્રવચનને માનવાં તે કુપ્રાવચનિક મિથ્યાત્વ છે.
પ્ર.૨૨ જિનધર્મથી ઓછું માને તો મિથ્યાત્વ કેવી રીતે લાગે છે? જ.૨૨ જિનેશ્વર ભગવાન દ્વારા પ્રરૂપિત સિદ્ધાંતથી કંઇ પણ ઓછું માનવું, આ રીતે ઓછી પ્રરૂપણા તથા ઓછી સ્પર્શના કરવી તે ન્યૂનકરણ મિથ્યાત્વ છે.
પ્ર.૨૩ જિનધર્મથી અધિક માને તો મિથ્યાત્વ કેવી રીતે લાગે ? જ.૨૩ જિનપ્રવચનથી અધિક માનવું તે મિથ્યાત્વ છે. નિગ્રંથ પ્રવચનની મર્યાદાથી અધિક પ્રરૂપણા આદિ કરવાથી, સૈદ્ધાંતિક મર્યાદાનું ઉલ્લંધન કરવાથી અને આગમપાઠોમાં વૃદ્ધિ કરવા વગેરેથી આ મિથ્યાત્વ લાગે છે.
પ્ર.૨૪ વિપરીત મિથ્યાત્વ કોને કહે છે ?
જ.૨૪
જિનમાર્ગથી વિપરીત શ્રદ્ધા
સુદેવ, સુગુરુ અને સુધર્મથી
વિપરીત શ્રદ્ધા પ્રરૂપણા કરવી, નિગ્રંથ પ્રવચનથી વિપરીત પ્રચાર કરવો, સાવઘ તથા સંસારલક્ષી પ્રવૃત્તિ કરવી કે તેનો પ્રચાર કરવો, સાવધ પ્રવૃત્તિમાં ધર્મ માનવો તે વિપરીત મિથ્યાત્વ છે.
Jain Education International
૨૩૩
-
For Private & Personal Use Only
www.jainelibrary.org