________________
HTTTTTTTTTTTEશ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર કાપી પ્ર. ૧૪ અધિકરણીકી ક્રિયા શું છે? જ.૧૪ જેના દ્વારા આત્મા નરક આદિ દુર્ગતિનો અધિકારી બને છે તે
દુર્મત્ર વગેરેનું અનુષ્ઠાન વિશેષ અથવા ઘાતક શસ્ત્ર વગેરે ““અધિકરણ” કહેવાય છે. અધિકરણથી લાગનાર ક્રિયા
અધિકરણીકી ક્રિયા કહેવાય છે. પ્ર.૧૫ પ્રાષિકી ક્રિયા કોને કહે છે? જ. ૧૫ પ્રશનો અર્થ છે – મત્સર, દાહ, ઈર્ષા, જીવ તથા અજીવ કોઈ
પણ પદાર્થ પ્રત્યે દ્વેષભાવ રાખવો પ્રાષિકી ક્રિયા કહેવાય છે. પ્ર. ૧દ પારિતાપનિકી ક્રિયા કોને કહે છે? જ.૧૬ તાડન વગેરે દ્વારા અપાનારું દુઃખ ““પરિતાપન” કહેવાય છે.
પરિતાપનથી નિષ્પન્ન થતી ક્રિયા, પારિતાપનિકી ક્રિયા
કહેવાય છે. . પ્ર. ૧૭ પ્રાણાતિપાતિકી ક્રિયા શું છે? જ. ૧૭ પ્રાણોનો અતિપાત – વિનાશ ““પ્રાણાતિપાત” કહેવાય છે.
પ્રાણાતિપાતથી થનારી ક્રિયા પ્રાણાતિપાતિકી ક્રિયા કહેવાય
છે.
પ્ર.૧૮ કામગુણ કોને કહે છે? જ. ૧૮ કામનો અર્થ છે-વિષયભોગ. કામના સાધનો શબ્દ, રૂપ, ગંધ,
રસ અને સ્પર્શને – કામગુણ કહે છે. પ્ર. ૧૯ ઈર્યાસમિતિનો અર્થ શું છે? જ.૧૯ યુગ-પ્રમાણ ભૂમિને એકાગ્રચિત્તે જોતાં જોતાં, જીવોનો બચાવ
કરતાં કરતાં યત્નાપૂર્વક ગમનાગમન કરવું તે ઇર્યાસમિતિ છે. પ્ર.૨૦ ભાષાસમિતિ કોને કહે છે? જ*૨૦ જરૂર પડ્યે ભાષાના દોષો ન લગાડતા યત્નાપૂર્વક ભાષણ
કરવું, ફળસ્વરૂપે હિત, મિત, સત્ય તેમજ સ્પષ્ટ વાણી બોલવી તે ભાષાસમિતિ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org