________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર - ]ITIIII શાતાનો અર્થ – આરોગ્ય તેમજ શારીરિક સુખ છે. તેથી એવા આરોગ્ય, શારીરિક સુખ તથા વસ્ત્ર, પાત્ર, શયનાસન વગેરે સુખના સાધનો મળવાથી અભિમાન કરવું અને ન મળવા પર
તેની લાલસા -- ઈચ્છા કરવી તે શાતા ગૌરવ છે. પ્ર.૮ આરાધના તથા વિરાધનાનો અર્થ શું છે? જ.૮ કોઈ પણ પ્રકારનો દોષ ન લગાડતાં ચારિત્રનું વિશુદ્ધરૂપે પાલન
કરવું એ આરાધના છે. અને તેનાથી ઉર્દુ જ્ઞાન આદિ આચારનું સમ્યકરૂપે આરાધન ન કરવું, તેનું ખંડન કરવું, તેમાં દોષ
લગાવવો – વિરાધના છે. પ્ર.૯ સંજ્ઞા કોને કહે છે ? જ.૯ કર્મોદયની પ્રબળતાથી ઉદ્દભવનારી અભિલાષા, ઇચ્છા, સંજ્ઞા
કહેવાય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહના ભેદથી ચાર
પ્રકારની સંજ્ઞા કહેવામાં આવી છે. પ્ર.૧૦ વિકથા કોને કહે છે? જ.૧૦ સંયમ જીવનને દૂષિત કરનારી વિરુદ્ધ કથા વિકથા કહેવાય છે. પ્ર.૧૧ ધ્યાન કોને કહે છે? તેના કેટલાં ભેદ છે? જ.૧૧ અંતર્મુહૂર્ત કાળ સુધી સ્થિર અધ્યવસાય તથા મનની એકાગ્રતાને
ધ્યાન કહે છે. ધ્યાન પ્રશસ્ત અને અપ્રશસ્ત રૂપથી બે-બે પ્રકારનું હોય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અપ્રશસ્ત ધ્યાન છે, તથા
ધર્મધ્યાન અને શુકુલધ્યાન પ્રશસ્ત ધ્યાન છે. પ્ર.૧૨ ક્રિયા કોને કહે છે? તેના મુખ્ય કેટલા ભેદ છે? જ.૧૨ કર્મબંધન કરાવનારી ચેષ્ટા અર્થાત્ હિંસાપ્રધાન દુષ્ટ વ્યાપાર
વિશેષને ક્રિયા કહે છે. મૂળ ક્રિયાઓ પાંચ છે. વિસ્તારથી
ક્રિયાના ૨૫ ભેદ માનવામાં આવે છે. પ્ર.૧૩ કાયિકીક્રિયા કોને કહે છે? જ.૧૩ શરીરથી થતી ક્રિયાને કાયિકક્રિયા કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org