Book Title: Shravaka Samayika Pratikramana Sutra
Author(s): Sudharma Prachar Mandal - Ahmedabad
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 247
________________ શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર જોતાં રહેવું કે આપણું જીવન ઉંચુ આવી રહ્યું છે કે નહીં? પ્ર.૨ સ્વાધ્યાયના કેટલાં ભેદ છે? જ. ૨ સ્વાધ્યાયના પાંચ ભેદ બતાવવામાં આવ્યાં છે. (૧) વાંચના – ગુરુમુખેથી સૂત્ર પાઠ લઈને જેવું હોય તેવું જ ઉચ્ચારણ કરવું તે વાંચના છે. (૨) પૃચ્છના - સૂત્ર ઉપર આપણાથી જેટલું બની શકે તેટલું ચિંતન, મનન, તર્કવિતર્ક કરવા અને આમ કરતાં જ્યાં પણ શંકા પેદા થાય, તેને માટે ગુરુદેવને સમાધાન માટે પૂછવું તે પૃચ્છના છે. હૃદયમાં ઉત્પન્ન થયેલી શંકાને શંકારૂપે રાખવી ઠીક હોતી નથી. (૩) પરિવર્તના - સૂત્ર -- વાચના ભૂલાઈ ન જાય તેના માટે સૂત્રપાઠને વારંવાર ગણવું - પરિયટ્ટણા કરવી, ફેરવવું કહેવાય છે. (૪) અનુપ્રેક્ષા - સૂત્ર વાંચનાના સંબંધે તાત્વિક ચિંતન કરવું અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા સ્વાધ્યાયનું મહત્ત્વપૂર્ણ અંગ છે. (૫) ધર્મકથા - સૂત્રવાંચના, પૃચ્છના, પરિપટ્ટણા, અને અનુપ્રેક્ષા પછી જ્યારે તત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ સમજાઈ જાય ત્યારે ધર્મોપદેશ આપવો તે ધર્મકથા છે. પ્ર. ૩ - સ્વાધ્યાય કરવાથી શું લાભ થાય છે ? બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય અંતરંગતપ છે. સ્વાધ્યાયનું ફળ બતાવતાં ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન - ૨૯ મા પ્રભુએ ફરમાવ્યું છે કે – “સન્નgu TIMવરનું મં હવે ” – સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. જ્ઞાનનો અલૌકિક પ્રકાશ ઝગમગી ઉઠે છે. સ્વાધ્યાયથી જ હિત અને અહિતનું જ્ઞાન થાય છે. પૂણ્ય - પાપ વિષે જાણવા મળે છે, કર્તવ્ય-અકર્તવ્યનું જ્ઞાન થાય છે. સ્વાધ્યાયથી જ ધર્મ, અધર્મને વિષે જાણી શકાય છે. અને અધર્મનો ત્યાગ કરીને ધર્મમાં પ્રવૃત્તિ કરતાં કરતાં પોતાના જીવનને સુખી બનાવી શકીએ છીએ. HimarmatmitHPalika#BHItati.Will Hila#HIRIBE(૨૩૯ ) InstagrHimatnamatRalhitHtagiHHIBH Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266