________________
પ્ર.૧૫
સાંશયિક મિથ્યાત્વ કોને કહે છે ?
જ.૧૫ દેવ, ગુરુ, ધર્મના વિષયમાં અથવા તત્ત્વના વિષયમાં શંકાશીલ થવું, સાંશયિક મિથ્યાત્વ છે. જૈન આગમોમાં નિરૂપેલ તત્ત્વ, મુક્તાત્માનું સ્વરૂપ અથવા જિનેશ્વરોની વિતરાગતા, સર્વજ્ઞતા વગેરેમાં સંદેહ (શંકા) કરવી. આગમોની અમુક વાત સત્ય છે કે અસત્ય આ પ્રકારની શંકા કરવી સાંયિક મિથ્યાત્વના ઉદયનું પરિણામ છે.
સાંશયિક મિથ્યાત્વથી બચવાનો સરળ ઉપાય શું છે ? સાંશયિક મિથ્યાત્વથી બચવાનો એક માત્ર ઉપાય જિનેશ્વરના વચનોમાં દૃઢ વિશ્વાસ કરવો છે. સંશય ઉત્પન્ન થાય ત્યારે એવો વિચાર કરવો જોઇએ કે - “તમેવ સચ્ચ ણિસંક જં જિણેહિં પવેઇયં’’ અર્થાત્ વિતરાગ ભગવંતોએ જે ફરમાવ્યું છે તે સર્વથા સત્ય છે અને નિઃશંક છે. તેથી તેમાં શંકા ન કરવી જોઇએ. અણાભોગિક મિથ્યાત્વ કયા જીવોને લાગે છે ?
પ્ર.૧૬
જ.૧૬
૫.૧૭ જ.૧૭
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
અણાભોગિક મિથ્યાત્વ એકેન્દ્રિય આદિ અસંશી જીવોને તથા જ્ઞાન વિકલ જીવોને હોય છે. અજ્ઞાનના ગાઢ અંધકારમાં પડેલા જીવોને આ મિથ્યાત્વ લાગે છે. જે જીવોને કોઇ પણ પ્રકારના મતનો પક્ષ હોતો નથી. અને જે ધર્મ – અધર્મનો વિચાર જ કરી શકતાં નથી તેઓ અણાભોગિક મિથ્યાત્વી જીવો છે. અણાભોગિક મિથ્યાત્વ કોને કહે છે ?
પ્ર.૧૮
જ.૧૮ અણાભોગનો અર્થ છે – ઉપયોગી ન હોવું. તેથી ઉપયોગ વિના જે મિથ્યાત્વ લાગે છે તેને અણાભોગ મિથ્યાત્વ કહે છે.
પ્ર.૧૯ લૌકિક મિથ્યાત્વ કોને કહે છે ?
જ.૧૯ લોકોત્તર પરમ સત્યને અને તેના નિમિત્ત સુદેવ, સુગુરુ, અને સુધર્મની ઉપેક્ષા કરીને - લૌકિક માન્ય કુદેવ, કુગુરુ, કુધર્મ પર શ્રદ્ઘા કરવી અને તેની ઉપાસના કરવી-તે ‘‘લૌકિક મિથ્યાત્વ''
-
૨૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org