________________
પ્ર. ૪
જે.૪
'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર કાર્યમાં પ્રવૃત્ત થઈ શકાય છે. પરિગ્રહ અને લોભમાં શો ફેર છે? પ્રાપ્ત વસ્તુ ગ્રહણ કરવી અને તેના પ્રત્યે મમત્વ રાખવું તે પરિગ્રહ છે અને અપ્રાપ્ત વસ્તુની ઇચ્છા તથા પ્રાપ્ત વસ્તુ છોડવાના ભાવ ન કરવા તે લોભ છે. રતિ અને અરતિ પાપનું સ્વરૂપ કેવું છે? મનને ગમે તેવા - મનોજ્ઞ વિષયો પ્રત્યે રાગ અને સંયમવિરુદ્ધ કાર્યમાં આનંદ માનવો – તેને “રતિ’’ અને અમનોજ્ઞ વિષયો પ્રત્યે દ્વેષ અને સંયમસંબંધી કાર્યોમાં ઉદાસીનતા સેવવી તેને “અરતિ' કહે છે.
પ્ર. ૫
જ.૫
પચ્ચીસ મિથ્યાત્વનો પાઠ પ્ર. ૧. મિથ્યાત્વ કોને કહે છે? જ. ૧. મોહનીયકર્મના ઉદયથી તત્ત્વાર્થમાં શ્રદ્ધા ન હોવી કે વિપરીત
શ્રદ્ધા હોવી, વધુ ઓછી શ્રદ્ધા હોવી –- એ મિથ્યાત્વ છે. પ્ર. ૨. “જીવને અજીવ શ્રદ્ધે માને)' તો મિથ્યાત્વ' કેમ છે?
જીવને તત્ત્વ ન માનવું અથવા જડથી ઉત્પન્ન થતું માનવું. પૃથ્વી, પાણી, વનસ્પતિ વગેરે સંમૂર્છાિમ આદિને જ જીવ ન માનવા, ઈડા તથા જળચર જીવોને ખાદ્ય પદાર્થ માનીને તેમાં જીવ ન
માનવો મિથ્યાત્વ છે. પ્ર. ૩. અજીવને જીવ માનવું મિથ્યાત્વ છે. શી રીતે ? જ, ૩.
જેમાં જીવ નથી તેમાં જીવ માનવો. ઈશ્વરે સંસારની રચના કરી છે એમ માનવું. મૂર્તિ અને ચિત્ર આદિને ભગવાન માનવાં, સમ્માન આપવું, હલનચલન કરતાં પુદ્ગલસ્કંધોને જીવાણું માનવા. દહીં, ઘૂંક વગેરે અજીવને જીવ માનવાં તે મિથ્યાત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org