________________
httllt TITLE શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર કાગmut
૯. સામાયિક વ્રત પ્ર. ૧. સામાયિક કોને કહેવાય છે? જ. ૧. સામાયિક એટલે સમભાવની પ્રાપ્તિ. પ્ર. ૨. સામાયિકમાં શેનો ત્યાગ કરવાનો હોય છે? જ. ૨. સાવદ્યયોગોનો. પ્ર. ૩. સાવદ્યયોગ કોને કહે છે? જ. ૩. અઢાર પાપ સ્થાનના સેવનને સાવઘયોગ કહે છે. પ્ર. ૪. સાધુજીની અને શ્રાવકની સામાયિકમાં શું ફેર છે? જ. ૪. સાધુજીની સામાયિક જીવનપર્યંતની અને શ્રાવકની સામાયિક
બે-ચાર ઘડી કે જાવ નિયમ સુધીની હોય છે. સાધુજીની સામાયિક ત્રણ કરણ, ત્રણ યોગથી થાય છે. તથા શ્રાવકની
સામાયિક સામાન્ય રીતે બે કરણ અને ત્રણ યોગથી થાય છે. પ્ર. ૫. સામાયિક વ્રતને આટલું પાછળ નવમા વ્રતમાં શા માટે લેવામાં
આવ્યું છે? જ. ૫. આગળના આઠ વ્રત યાવત જીવન (આજીવન) સુધી ગ્રહણ
કરવામાં આવે છે અને સામાયિક ૨-૪ ઘડી સુધી અથવા સામાયિકની શુદ્ધ આરાધના માટે અઢાર પાપોનું જ્ઞાન આવશ્યક છે. અણુવ્રતો અને ગુણવ્રતોમાં તેનું વર્ણન આવી જાય છે.
૧૦. દેશાવગાસિક વ્રત પ્ર. ૧. દેશાવગાસિક વ્રત કોને કહે છે? જ. ૧. પહેલાના બધા વ્રતોમાં જે મર્યાદાઓ આજીવન માટે કરી હતી,
તેને ટુંકાવી હજી પણ વધુ મર્યાદા પ્રતિદિન માટે કરવી દેશાવગાસિક વ્રત છે.
T
H
AT
ITIHI!ITIHITT III IE. (૨૧૬ )
INTERNET Billi #lif MIHIRELIHIR #
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org