________________
'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
રૂપાનુપાત” અતિચાર છે. પ્ર. ૧૦. બહિયાપુગલપક્સેવે (બહિઃ પુદ્ગલ પ્રક્ષેપણ) કોને કહે છે? જ. ૧૦. કાંકરા, પત્થર વગેરે ફેંકીને મર્યાદાની બહારથી પ્રયોજનને
કારણે કોઈને બોલાવવા તે ““બહિઃ પુદ્ગલ પ્રક્ષેપણ'' કહેવાય છે.
૧૧. પરિપૂર્ણ પૌષધવ્રત પ્ર. ૧. પૌષધમાં આહાર, અબ્રહ્મ, શરીર સત્કાર અને સાવદ્યયોગ -
આ ચાર બોલ છોડવા આવશ્યક છે? જ. ૧. આહારને છોડીને બાકીના ત્રણ બોલ છોડવા આવશ્યક છે.
આહારમાં ચાર પ્રકારના કે ત્રણ પ્રકારના આહાર છોડી શકાય છે. ક્યારેક ચારે પ્રકારના આહાર કરી પણ શકાય છે. જેને દયા
કહેવાય છે. પ્ર. ૨. પૌષધનો ઓછામાં ઓછો સમય કેટલો છે? જ. ૨. પૌષધનો ઓછામાં ઓછો સમય ચાર પ્રહરનો છે. પ્ર. ૩. પૌષધના કેટલા પ્રકાર છે? જ. ૩. બે પ્રકાર છે. (૧) પરિપૂર્ણ = જેમાં ચારે પ્રકારના આહાર
છોડવામાં આવે અને ઉપવાસ સહિત જેનું આઠ પ્રહર સુધી પાલન કરવામાં આવે. (૨) દેશપૌષધ = જેમાં પાણી તથા ચારે આહારનો ઉપયોગ કરવામાં આવે તે દેશપૌષધ છે. ચાર પ્રહર વગેરે કોઈ પણ કાળ
મર્યાદા. પ્ર. ૪. હાલમાં દેશપૌષધને શું કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org