________________
IIIIIIIII 'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
ઉપરની ચૌદ પ્રકારની અચિત્ત અને દોષરહિત વસ્તુઓ સાધુસાધ્વીઓને તેમની આવશ્યકતા મુજબ આપવીતે ચૌદ પ્રકારનું
દાન કહેવાય છે. પ્ર. ૩. ઔષધ અને ભેષજમાં શો ફેર છે? જ. ૩. સૂંઠ, હળદર, આંબળા, હરડે, લવિંગ વગેરે અસંયોગી દ્રવ્ય
“ઔષધ' કહેવાય છે. હિંગાષ્ટક ચૂર્ણ, ત્રિફળા વગેરે સંયોગી
વસ્તુઓ “ભેષજ' કહેવાય છે. પ્ર. ૪. શું દય-આપવા લાયક વસ્તુઓ ચૌદ જ છે? જ. ૪. આ ચૌદ વસ્તુઓ મુખ્યત્વે - સામાન્ય રીતે કામમાં આવે છે તેથી
તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના સિવાય ધર્મ ઉપયોગી
પુસ્તકો, સોય, કાતર વગેરે સમજી લેવું જોઈએ. પ્ર. ૫. શું સાધુ-સાધ્વીઓ જ દાનને પાત્ર છે? જ. ૫. સાધુ-સાધ્વીઓ દાનના ઉત્કૃષ્ટ (ઉત્તમ) પાત્રો છે. તેથી તેમનો
આ બારમા વ્રતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રતિમાધારી (પડિમાધારી) શ્રાવક, વ્રતધારી શ્રાવક અને સામાન્ય સ્વધર્મી
સમ્યકત્વી પણ દાનના પાત્ર છે. પ્ર. ૬. સચિત્ત નિફખેવણયા (સચિત્ત નિક્ષેપ) કોને કહે છે? જ. દ. સાધુને નહીં આપવાના ઇરાદાથી કપટપૂર્વક અચિત્ત વસ્તુઓને
સચિત્ત પર મૂકવી એ “સચિત્તનિક્ષેપ” કહેવાય છે. જેમ કે – રોટલીના ગરમાને મીઠું ભરેલી બરણી પર મૂકવું. ધોરણ પાણીના વાસણને સચેન્ન પાણીના ઘડા પર મૂકવું, ખીચડી વગેરેને ચૂલા પર મૂકવાં, મિઠાઈ વગેરેને લીલા પાંદડા પર મૂકવી વગેરે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org