________________
'શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પ્ર. ૯. કંદખે (કંદપી કોને કહેવાય છે? જ. ૯. કામ ઉત્પન્ન કરવાવાળા શબ્દોનો ઉપયોગ કરવો, રાગના
આવેશમાં હાસ્યમિશ્રિત મોહપેદા કરે તેવી મજાક કરવી કંદર્પ
કહેવાય છે. પ્ર. ૧૦. કુઈએ (કીકુ) અતિચાર શું છે? જ. ૧૦. ભાંડો (વિદૂષક)ની જેમ ભ્રમરો, આંખો, નાસિકા, હોઠ, મુખ,
હાથ-પગ વગેરે અંગોને વિકૃત બનાવીને બીજાને હસાવવાની
ચેષ્ટા કરવી કૌલુચ્ચ અતિચાર છે. પ્ર. ૧૧. મોહરિએ (મૌખર્મ) અતિચાર શી રીતે લાગે છે? જ. ૧૧. ઠઠ્ઠા મશ્કરીથી અસત્ય, ઉટપટાંગ વચનો બોલવાથી મૌખર્ટ
અતિચાર લાગે છે. પ્ર. ૧૨. સંજુત્તાહિગરણ (સંયુક્તાધિકરણ) કોને કહે છે? જ. ૧૨. જુદી-જુદી જગ્યાએ પડેલાં શસ્ત્રોના અવયવોને ભેગા કરી એક
સ્થાને રાખવા, શસ્ત્રોનો વિશેષ સંગ્રહ કરવો સંયુક્તાધિકરણ” કહેવાય છે. કાર્ય કરવામાં સમર્થ એવા ઉખલ : અને મૂસલ, મગદર), શિલા અને લોઢું, હળ અને પાવડો, ગાડી અને ધરી, ધનુષ્ય અને બાણ, વસૂલા અને કુલ્હાડી વગેરે દુર્ગતિમાં લઈ જનારા સાધનોને જે એક સાથે કામમાં આવે છે,
તે એક સાથે રાખવા સંયુક્તાધિકરણ અતિચાર છે. પ્ર. ૧૩. કંદર્પાદિથી કયા-ક્યા અનર્થદંડ થાય છે? જ. ૧૩. કંદર્પ અને કૌત્કચ્યથી અપધ્યાનાચરિત અને પ્રમાદાચરિત
અનર્થદંડ થાય છે. મૌખર્મેથી પાપકર્મોપદેશ, સંયુક્તાધિકરણથી હિંસાપ્રધાન અને ઉપભોગ – પરિભોગ અતિરેકથી હિંસાપ્રધાન અને પ્રમાદાચરિત અનર્થદંડ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org