________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
..............................
જ. ૮. દુષ્પકવ એટલે કે અડધા પાકેલાં અથવા અવિધિથી પકવેલા કે ખરાબ રીતે વિશિષ્ટ હિંસક રીતે પકવેલા પદાર્થ જેવાં કે રીંગણાના ભડથા, પોંક, ઓળો વિ.
પ્ર. ૯. ‘‘તુઔષધિ'' કોને કહેવાય ?
જ. ૯.
તુચ્છ એટલે અલ્પ સારવાળા – જેમાં ખાવાનો ભાગ ઓછો અને ફેંકવાનો ભાગ વધુ હોય, જેવા કે – સીતાફળ, શેરડી, વગેરે. આવા પદાર્થોનો વપરાશ કરવાથી ‘‘તુઔષધિ ભક્ષણ'' અતિચાર લાગે છે.
પ્ર. ૧૦. કર્માદાન કોને કહે છે ?
જ. ૧૦. જે ધંધા અને કાર્યોમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોનો વિશેષે બંધ થાય છે તેને ‘કર્માદાન' કહેવાય છે. અથવા કર્મોના હેતુઓને કર્માદાન કહેવાય છે. કર્માદાન ૧૫ છે.
પ્ર. ૧૧. પાંચમું, છઠ્ઠું અને સાતમું વ્રત સામાન્ય રીતે એક ક૨ણ અને ત્રણ યોગથી શા માટે લેવામાં આવે છે ?
જ. ૧૧. કારણ કે પાંચમા વ્રતમાં પોતાની પાસે મર્યાદાથી વધુ ધન થઈ જવાથી શ્રાવક તેનો ધર્મપુણ્યમાં વ્યય કરે છે, એ જ રીતે પોતાના પુત્ર આદિને આપવાનું મમત્ત્વ પણ ત્યાગી શકતો નથી. આ રીતે ક્યાંકથી દાટેલું ધન મળી જાય તો તેને પોતાના સ્વજનોને આપવાનો મોહ પણ ત્યાગી શકતો નથી.
છઠ્ઠા વ્રતની પણ આવી જ સ્થિતિ છે જેમ કે – શ્રાવક પોતાની કરેલી દિશા મર્યાદાથી વધુ પોતે તો જતો નથી પરંતુ કોઈકવાર પોતાના પુત્ર આદિને વિદ્યા, વ્યાપાર વગેરેને માટે મોકલવાનો પ્રસંગ ઊભો થઈ જાય છે.
આ રીતે સાતમા ઉપભોગ પરિભોગ વસ્તુઓની મર્યાદા ઉપરાંત પુત્રાદિને ભોગવવાનું કહેવાનો પ્રસંગ બને છે. માટે ઉપરના વ્રત એક કરણ ત્રણ યોગથી ગ્રહણ કરવામાં આવે છે. આ વાત
( ૨૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org