________________
_IIIIIIIIIIIIIII ' શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
પ્રશ્ન ૩૯ :- આ પાઠ ક્યા સૂત્રમાં છે ? ઉત્તર :- બત્રીશમાં “આવશ્યક સૂત્રમાં છે.
(૫) ઉત્કીર્તન - લોગસ્સ સૂત્ર પ્રશ્ન ૪૦:- આ પાઠનું બીજું નામ શું છે?
ઉત્તર :- બીજું નામ ચતુર્વિશતિ – સ્તવ અર્થાત ચઉવીસન્થો (ચકવીસંથો) છે.
પ્રશ્ન ૪૧ :- ચતુર્વિશતિ-સ્તવ શા માટે કહે છે?
ઉત્તરઃ- વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા ૨૪ તીર્થકરોની સ્તુતિ કરવામાં આવેલ છે. તેથી “ચતુર્વિશતિ સ્તવ” અર્થાત્ ચઉવીસત્યો કહેવાય છે.
પ્રશ્ન ૪ર :- તીર્થંકરો કોઈ ઉપર પ્રસન્ન થાય છે?
ઉત્તરઃ-તીર્થકરો રાગ-દ્વેષથી રહિત હોય છે. તેથી કોઈ ઉપર પ્રસન્ન થતાં નથી.
પ્રશ્ન ૪૩:- “તિર્થીયરા મે પસીયત' - આવી પ્રાર્થના શા માટે કરવામાં આવે છે?
ઉત્તર:- આવી પ્રાર્થનાથી આપણામાં પણ મોક્ષ પ્રાપ્તિની યોગ્યતા આવે છે. આપણામાં “યોગ્યતા આવવી તેને જ “તીર્થકરોનું પ્રસન્ન થવું' કહેવામાં આવેલ છે.
પ્રશ્ન ૪૪:- તીર્થકર મોક્ષ પધારી ગયા છે. ઉપદેશ પણ આપતા નથી. તો પછી આવી પ્રાર્થના શા માટે કરવામાં આવે છે?
ઉત્તર :- તીર્થંકર ભગવંતો મોક્ષમાં પધારી ગયા છે. તેઓના ગુણ આપણામાં પણ પ્રગટ થાય. આવી વિનમ્ર પ્રાર્થનાથી તેઓનો ઉપદેશ અંગીકાર કરવાથી આપણી ભાવના દૃઢ બની રહે છે. અને તેનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org