________________
-IIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
વિરતિરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ તીર્થંકર પ્રભુએ કહ્યો છે. તેથી તેની સ્તુતિરૂપે બીજો ચતુર્વિશતિ સ્તવ આવશ્યક છે, તેનાથી દર્શન વિશુદ્ધિ થાય છે. તીર્થકરો દ્વારા બતાવેલ ધર્મને ગુરુ મહારાજે આપણને બતાવ્યો છે, તેથી તેમને સમર્પિત થઈને આલોચના કરવા માટે ત્રીજો વંદના આવશ્યક બતાવ્યો છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી જે અતિચાર લાગે છે તેની શુદ્ધિ માટે પશ્ચાત્તાપરૂપે ચોથો પ્રતિક્રમણ આવશ્યક છે. આલોચના કર્યા બાદ અતિચારરૂપ ઘાવ ઉપર પ્રાયશ્ચિત્તરૂપ મલમપટ્ટી કરવાને માટે પાંચમો કાયોત્સર્ગ આવશ્યક કહ્યો છે. કાયોત્સર્ગ કર્યા પછી તપરૂપ નવા ગુણોને ધારણ કરવા માટે છઠ્ઠો પ્રત્યાખ્યાન આવશ્યક બતાવ્યો છે.
આ આવશ્યક ક્યારે કરવામાં આવે છે? જ. નિયમિતરૂપે સૂર્યાસ્ત બાદ બે ઘડીની અંદર અને પ્રાત:કાળે
સૂર્યોદયની પહેલાં બે ઘડીએ શરૂ કરીને બંને સમયે આ છ આવશ્યક કરવાની ભગવાનની આજ્ઞા છે. દરરોજ બંને સમય આવશ્યક કરવાથી શું લાભ થાય છે? (૧) સામાયિક આદિ આવશ્યકોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૨) આવશ્યક અવશ્ય કરવા યોગ્ય છે. (૩) કરેલા વ્રત, પચ્ચકખાણની યાદ તાજી રહે છે. (૪) વ્રત, પચ્ચખ્ખાણ ન કર્યા હોય તો કરવાની ભાવના
જાગે છે. (૫) દેવ, ગુરુનું સ્મરણ થાય છે.
સમ્યક્ત્વ આદિમાં લાગેલા અતિચારોની શુદ્ધિ થાય
પ્ર. ૬ -
અ9
જ.9
(૭) હંમેશા આવશ્યક કરવાથી બીજાને પણ તેનું મહત્ત્વ
સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org