________________
પ્ર.૪
૪.૪
પ્ર.૫
જ.૫
...
જ.
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
!!!!
પિતાની તથા સંરક્ષકોની સાક્ષીમા વિવાહ (લગ્ન) ન થયાં હોય, તેની સાથે મૈથુન સેવવાથી ‘અપરિગૃહીતાગમન' અતિચાર લાગે છે.
‘‘અનંગક્રીડા’' શું છે ?
કામસેવનના જે પ્રાકૃતિક અંગ છે, તેના સિવાયના અન્ય અંગોથી કે જે કામસેવનના અંગો નથી – તેનાથી ક્રીડા કરવી તે અનંગક્રીડા છે. હસ્તમૈથુનનો સમાવેશ પણ આ અતિચારમાં થાય છે. સ્વસ્ત્રી સિવાય અન્ય સ્ત્રીઓ સાથે મૈથુનક્રિયા છોડીને અનુરાગથી તેમનું આલિંગન આદિ કરનારના પણ વ્રત મલિન (મેલાં) થાય છે. માટે તેને પણ અતિચાર માનવામાં આવે છે. ‘પરવિવાકરણે’'ની વ્યાખ્યા આપો.
પોતાના તથા પોતાના સંતાન સિવાય અન્યના વિવાહ કરાવવા ‘‘પરવિવાકરણે’’ અતિચાર છે. સ્વથી સંતોષી શ્રાવકે બીજાના વિવાહ આદિ કરાવી તેમને મૈથુનમાં જોડવા નિષ્પ્રયોજનરૂપ છે. તેથી બીજાના વિવાહ કરાવવામાં ઉદ્યત થવું એ અતિચાર છે.
*
‘કામભોગ તીવ્રાભિલાષ'' અતિચારથી વ્રત કેવી રીતે દૂષિત થાય છે?
પાંચ ઇન્દ્રિયોના વિષયરૂપ રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત થવું. કામભોગ તીવ્રાભિલાષા નામનો અતિચાર છે. આ અતિચાર પણ પોતાની જ પરિણીતા સ્ત્રી સાથે સંબંધ રાખે છે. જે વાજીકરણ આદિ પ્રયોગથી વધુ કામવાસના ઉત્પન્ન કરે અને વાત્સાયયનના ચોર્યાસી આસનાદિ કરીને કામમાં તીવ્રતા લાવે તો તેને કામભોગ - તીવ્રાભિલાષ''નામનો આ અતિચાર લાગે છે અને તેનાથી વ્રત દૂષિત થાય છે.
""
Jain Education International
૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org