________________
જ. ૮
પ્ર.૯
IIIIIIIIIIIIII: શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર બાપા
(૮) તેનાથી જીવ બાંધેલા કર્મો ખપાવે છે અને ઉત્કૃષ્ટ
(રસ) ભાવ આવે તો તીર્થંકર નામકર્મ ઉપાર્જે છે. પ્ર.૮ સૂત્ર કોને કહે છે?
ભગવાનની વાણીનું ગણધરો અને દશથી ચૌદ પૂર્વધરોએ (બહુશ્રુતોએ) પોતાના શબ્દોમાં જે ગુંથન કર્યું છે તેને સૂત્ર કહેવામાં આવે છે.
આવશ્યકસૂત્રને “પ્રતિક્રમણ-સૂત્ર” શા માટે કહેવાય છે? જ.૯ આવશ્યકસૂત્રના છ અધ્યાયોમાં ચોથો આવશ્યક (અધ્યાય)
સૌથી મોટો છે અને તેનું નામ પ્રતિક્રમણ આવશ્યક છે. માટે તેના
નામથી જ સૂત્રનું આ નામ પ્રચલિત છે. પ્ર.૧૦ પ્રતિક્રમણ કેટલા પ્રકારના છે? જ. ૧૦ કાળની અપેક્ષાએ પ્રતિક્રમણના નીચે પ્રમાણે પાંચ ભેદ કહેવામાં
આવ્યા છે. (૧) દેવસિય – દરરોજ – સાંજ – સૂર્યાસ્તના સમયે દિવસભર કરેલા પાપોની આલોચના કરવી. (૨) રાત્રિક – રાત્રિના અંત સમયે – પ્રાતઃકાળના સમયે રાત્રે કરેલા પાપોની આલોચના કરવી. (૩) પાક્ષિક – મહિનામાં બે વાર – પાક્ષિક (પાખી) પર્વના દિવસે – ૧૫ દિવસમાં લાગેલા પાપોની આલોચના કરવી. (૪) ચાતુર્માસિક – કારતકી પૂર્ણિમા, ફાગણી પૂર્ણિમા તથા અષાઢી પૂર્ણિમાના દિવસે ચાર મહિનામાં લાગેલા પાપોની આલોચના કરવી. (૫) સાંવત્સરિક - દર વર્ષે ભાદરવા સુદ પાંચમ – સંવત્સરીને
દિવસે વર્ષ દરમ્યાનના લાગેલા પાપોની આલોચના કરવી. પ્ર.૧૧ પ્રતિક્રમણ શેનું કરવામાં આવે છે? જ. ૧૧ (૧) મિથ્યાત્વ. (૨) અવ્રત. (૩) પ્રમાદ. (૪) કષાય અને (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org