________________
'શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર સાIIIIIIIIIIII પ્ર.૮ પંચેન્દ્રિય કોને કહે છે? જ.૮ કાયા, જીભ, નાક, આંખ અને કાન - આ પાંચ ઇન્દ્રિયો જેની
પાસે હોય તે પંચેન્દ્રિય કહેવાય છે. જેમકે – મનુષ્ય, દેવ,
નારકી, અને ગાય, ભેંસ, સાપ, મોર આદિ વગેરે. પ્ર.૯ જાણી જોઈને હિંસા કરવી કોને કહેવાય? જ.૯. જ્યાં, જેના ઉપર હું પ્રહાર કરી રહ્યો છું ત્યાં અથવા તે ત્રાસ
જીવ છે.' – આ જાણવા છતા હિંસા કરવી તે જાણી જોઈને
હિંસા કરવી કહેવાય છે. પ્ર.૧૦ સંકલ્પ કરીને હિંસા કરવી કોને કહે છે? જ.૧૦ જેમ “હું આ મનુષ્યને મારું, આ સિંહ, હરણ વગેરેનો શિકાર
કરું. સાપ, ઉંદર, મચ્છર વગેરેનો નાશ કરું, ઈડા, માછલી આદિખાઉં.” – આવા વિચારો કરીને તેની હિંસા કરવી સંકલ્પી
હિંસા છે. પ્ર.૧૧ શ્રાવક શા માટે સંકલ્પી હિંસાનો જ ત્યાગ કરે છે? જ.૧૧ કારણ કે અન્ય આરંભના કામો કરતી વખતે શ્રાવક દ્વારા
અનાયાસે પણ ત્રસ જીવોની હિંસા થઈ જાય છે. જેમકે – પૃથ્વીકાય ખોદતી વખતે ભૂમિગત (જમીનની અંદર રહેલ) ત્રસ જીવોની હિંસા થઈ જાય છે. વાહન ચલાવતી વખતે તેની નીચે આવીને કીડી વગેરે જીવો મરી જાય છે. આવી આરંભિકી
ત્રસ હિંસાનો ત્યાગ કરવામાં શ્રાવક સમર્થ હોતો નથી. પ્ર.૧૨ શરીરને માટે પીડાકારીનું ઉદાહરણ આપો. જ.૧૨ કૃમિ, વાળો વગેરે. પ્ર. ૧૩ સઅપરાધી કોને કહે છે? જ.૧૩ આક્રમણકારી શત્રુ હરીફ), સિંહ, સાપ આદિને ધનાપહારી
(ધન હરનાર) ચોર, ડાકૂ વગેરેને, શીલ લૂંટનાર જાર વગેરેને
IHITT
૧૯૯DH TITHIBENEFATIHITIEBERHAIHITE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org