________________
જ. ૨
3
ITTTTTTTTTTEશ્રાવક સામાયિક પ્રતિક્રમણ સત્ર કાળાTM
તે પ્રાણાતિપાત છે. પ્ર. ૨ સૂક્ષ્મ પ્રાણાતિપાત કોને કહે છે?
સ્થાવર જીવોની હિંસા કરવી તે સૂક્ષ્મ પ્રાણાતિપાત છે. પ્ર. ૩ પ્રથમ અહિંસા અણુવ્રતનું સ્વરૂપ શું છે?
પોતાના શરીરને પીડાકારી, અપરાધી તથા સાપેક્ષ નિરપરાધી . સિવાય બાકીના બેઈન્દ્રિય આદિ ત્રસ જીવોની જાણપણે હિંસાનો બે કરણ, ત્રણ યોગથી ત્યાગ કરવો, સ્થૂળ
પ્રાણાતિપાત ત્યાગરૂપ પ્રથમ અહિંસા અણુવ્રત છે. પ્ર.૪ ટસ કોને કહેવાય? જ.૪ જે જીવ હલન-ચલન કરે, છાયામાંથી તડકામાં અને તડકામાંથી
છાયામાં આવે, તેને ““ત્રસ'' કહેવાય છે. તેના ચાર ભેદ છે. (૧) બેઇન્દ્રિય, (૨) તેઈન્દ્રિય, (૩) ચૌરેન્દ્રિય, અને
(૪) પંચેન્દ્રિય. પ્ર.૫ બેઇન્દ્રિય કોને કહે છે? જ.૫ એક કાયા (શરીર) અને બીજી જીભ - આ બે ઈન્દ્રિયો જેને હોય
તેને બેઇન્દ્રિય કહે છે. જેમકે – શંખ, કોડી, છીપ, લટ,
અળસિયાં, કૃમિ વગેરે. પ્ર.૬ તેઈન્દ્રિય કોને કહે છે? જ.૬ (૧) કાયા (૨) જીભ અને (૩) નાક આ ત્રણે ઇન્દ્રિયો જેને
હોય તેને તેઈન્દ્રિય કહેવાય છે. જેમકે-જૂ, લીખ, ચાંચડ, માંકડ
વગેરે. પ્ર.૭ ચૌરેન્દ્રિય કોને કહે છે?
(૧) કાયા (૨) જીભ (૩) નાક અને (૪) આંખ – આ ચાર ઈન્દ્રિયો જેને હોય તેને ચૌરેન્દ્રિય કહે છે. જેમકે –માખી, ડાંસ, મચ્છર વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org