________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
લોગસ્સનો પાઠ અનાદિ છે. અર્થાત્ શાશ્વત છે અને તેનું શાશ્વત નામ “ઉત્કીર્તન’” છે.
પ્રશ્ન ૫૨ :– લોગસ્સનો પાઠ કયા સૂત્રમાં છે ? ઉત્તર :- બત્રીશમાં ‘આવશ્યકસૂત્ર'માં છે.
(૬) કરેમિ ભંતે સામાયિક સૂત્ર
પ્રશ્ન ૫૩ :- સામાયિક કોને કહે છે ? ઉત્તર :- જેનાથી સમભાવની પ્રાપ્તિ થાય.
પ્રશ્ન ૫૪ :- સામાયિકમાં શેનો ત્યાગ કરવામાં આવે છે? ઉત્તર :- સાવધયોગનો ત્યાગ કરવામાં આવે છે. પ્રશ્ન ૫૫ :-- સાવઘયોગ કોને કહે છે ?
ઉત્તર :- ૧૮ પાપની પ્રવૃત્તિને સાવઘયોગ કહે છે. પ્રશ્ન ૫૬ :- બે ઘડી (મુહૂર્ત) કોને કહે છે ?
ઉત્ત૨ :-૨૪ મિનિટ = ૧ ઘડી. ૪૮ મિનિટ = બે ઘડી. પ્રશ્ન ૫૭ :- કરણ કોને કહે છે ?
-
ઉત્તર :– યોગોની ક્રિયાઓ – કરવું, કરાવવું અને અનુમોદવું. તેને ‘કરણ' કહેવાય છે.
પ્રશ્ન ૫૮ :- યોગ કોને કહે છે ?
ઉત્તર ઃ- કરણના સાધનને યોગ કહેવાય છે. મન, વચન અને કાયા. આ પ્રકારના ત્રણ યોગ કહેવાય છે.
પ્રશ્ન ૫૯ :– કોટી કોને કહે છે ?
ઉત્ત૨ :– કરણ અને યોગના ગુણાકારના ફલને ‘કોટિ’ કહેવાય છે. જેમકે - ૨ કરણ (કરવું.) ને ત્રણયોગ (મન, વચન, કાયા)થી ગુણતાં (૨×૩=); ‘કોટિ’ એ સામાયિક વ્રતના પ્રત્યાખ્યાન થયા. પ્રશ્ન ૬૦ :- સામાયિક ‘બે ઘડી’ની શા માટે?
૧૭૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org