________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આપuuuu (૮) અતિચાર – સમાપ્તિ- સૂત્ર પ્રશ્ન ૭૦ - સામાયિક ક્યાં કરવી જોઈએ?
ઉત્તર :-નિરવદ્ય-પવિત્ર સ્થાનમાં - ઉપાશ્રય, પૌષધશાલા અથવા જ્યાં ધર્મકરણી કરવામાં આવતી હોય તેવા સ્થાને સામાયિક કરવી જોઈએ.
પ્રશ્ન ૭૧ :- સામાયિકમાં કેવો વેશ પહેરવો જોઈએ?
ઉત્તર:- સામાયિકમાં સાંસારિક વેશ – ધોતિયું, પેન્ટ, શર્ટ, બંડી, ગંજી વગેરે ઉતારીને સફેદ ચલોટો તથા ખેસ પહેરવો જોઈએ.
બહેનોએ સાદો પોષાક પહેરવો જોઈએ. વિકારવર્ધકયા ઉદ્ધત વેશ પહેરવો જોઈએ નહિ.
પ્રશ્ન ૭૨ :- સામાયિકના ઉપકરણ ક્યા ક્યા છે?
ઉત્તર :- સામાયિકની સમ્યમ્ આરાધના કરવા માટે (૧) ગરમ અથવા સુતરાઉ સફેદ રંગનું પાથરણું. (૨) ચલોટો. (૩) ખેસ. (૪) મુહપત્તિ. (પ) ગુચ્છો. (દ) માળા. (૭) ધાર્મિક પુસ્તકો વગેરે.
પ્રશ્ન ૭૩:- મુખવસ્ત્રિકા કોને કહે છે?
ઉત્તર :- પોત પોતાના હાથના આંગળાઓથી સફેદ વસ્ત્રની ૧૬ અંગુલ પહોળી તથા ૨૧ અંગુલ લાંબી પ્રમાણોપેત. આઠ પડ કરીને વચ્ચે દોરો રાખીને વાયુકાય જીવોની રક્ષા માટે મુખ પર બાંધવામાં આવે છે. તેને મુખવસ્ત્રિકા - મુહપત્તિ કહેવાય છે.
પ્રશ્ન ૭૪ :- મુહપત્તિ બાંધવાથી શું લાભ થાય છે?
ઉત્તર :- ૧. મુહપત્તિ બાંધવાથી વાયુકાયના જીવોની રક્ષા થાય છે. ૨. ત્રસ જીવો મુખમાં પડીને મરતા નથી. ૩. મુખનું થૂક બીજા પર યા પુસ્તકાદિ ઉપર પડતું નથી. જૈનશાસ્ત્રોમાં પણ ઘણાં અધિકારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org