________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આપului. (૪) ઉતરીકરણ - કાયોત્સર્ગ - સૂત્ર પ્રશ્ન ૩૩ - ‘તસ્સ ઉત્તરી” સૂત્રનું બીજું નામ શું છે? ઉત્તર :- બીજું નામ “ઉત્તરીકરણ” સૂત્ર છે. પ્રસ્ત્ર ૩૪:- ઉત્તરીકરણ શા માટે કહે છે?
ઉત્તર :- “ઈરિયાવહિયં'ના પાઠથી આત્માને લાગેલા પાપોની આલોચના કરી. છતાં હજી આત્મામાં બાકી રહેલી સૂક્ષ્મ મલિનતાને પણ દૂર કરવાને માટે; આત્માની વિશેષ શ્રેષ્ઠતાને માટે કરવામાં આવતી ક્રિયાને “ઉત્તરી કરણ” કહેવાય છે. તેમજ વિશેષ શુદ્ધિ માટે કાયોત્સર્ગની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. તેથી “કાયોત્સર્ગ-સૂત્ર” પણ કહી શકાય.
પ્રશ્ન ૩૫ :- પ્રાયશ્ચિત્ત કોને કહે છે?
ઉત્તર :- જેનાથી પાપનો નાશ થાય. અથવા જેના વડે ચિત્તની વિશુદ્ધિ થાય. તેને પ્રાયશ્ચિત્ત' કહેવાય છે.
પ્રશ્ન ૩૬:- શલ્ય કોને કહે છે? તે કેટલા છે?
ઉત્તર :- જેનાથી પીડા = દુઃખ થાય. તેને શલ્ય કહેવાય છે. શૂળ, તીર વગેરે દ્રવ્ય શલ્ય' છે.
ભાવશલ્યના ત્રણ ભેદ – [૧] માયાશલ્ય = હૃદયમાં કપટભાવ રાખવો તે. [૨] નિદાનશલ્ય = રાજા, દેવતા આદિની ઋદ્ધિ જોઈને યા સાંભળીને તેવાં ફળની ઈચ્છા કરવી તે. [૩] મિથ્યાદર્શનશલ્ય = સુદેવ, સુગુરુ અને સુધર્મમાં શ્રદ્ધા ન રાખવી, અસત્યનો આગ્રહ રાખવો તે.
પ્રશ્ન ૩૭ :- આગાર કોને કહે છે?
ઉત્તર :- કાઉસ્સગ્નમાં રહેવાવાળી મર્યાદા અથવા છૂટછાટોને “આગાર' કહેવાય છે.
પ્રશ્ન ૩૮:- આગાર કેટલા છે?
ઉત્તર:- “ઊસસિએણંથી સુહમેહિ દિ િસંચાલેહિ સુધીના કાયિક બાર આગારો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org