________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
જસોધરે, તેની ત્રણ ત્રિક છે. તે ગાગર બેડાને આકારે છે. તેમાં પહેલી ત્રિકમાં એકસો અગિયાર વિમાન છે, બીજી ત્રિકમાં એકસો સાત વિમાન છે, અને ત્રીજી ત્રિકમાં એકસો વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ઊંચપણે પાંચ અનુત્તર વિમાન છે, તેનાં નામવિજય, વિજયંત, જયંત, અપરાજિત, સર્વાર્થસિદ્ધ. તે સર્વાર્થસિધ્ધ મહાવિમાનની ધ્વજા થકી બાર જોજન ઊંચપણે મુક્તિશિલા છે. તે મુક્તિશિલા કેવી છે ? પિસ્તાલીસ લાખ જોજનની લાંબી પહોળી ગોળાકાર છે. મધ્યે આઠ જોજનની જાડી છે, ઊતરતા છેડે માખીની પાંખ થી અધિક પાતળી છે, ઊજળી, ગોખીર, શંખ, ચંદ્ર, અંકરત્ન, રૂપાનો પટ, મોતીના હાર, ક્ષીરસાગરના પાણી થકી પણ અધિક ઉજળી છે. તે સિદ્ધશિલા ઉપર એક જોજન તેના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગને વિષે સિદ્ધ ભગવંતજી બિરાજી રહ્યા છે. તે સ્વામી કેવા છે ? અવર્ણો, અગંધે, અરસે, અફાસે, અમૂર્તિ, અવિનાશી, ભૂખ નહિ, દુઃખ નહિ, રોગ નહિ, શોક નહિ, જન્મ નહિ, જરા નહિ, મરણ નહિ. કાયા નહિ, કર્મ નહિ, અનંત અનંત સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. ધન્ય સ્વામીનાથ ! આપ ત્યાં બિરાજો છો, હું અપરાધી દીનકિંકર ગુણહીન અહીં બેઠો છું. આપના કેવળજ્ઞાન, કેવળદર્શન સંબંધી * અવિનય, આશાતના, અભક્તિ અપરાધ કર્યો હોય તો મન, વચન, કાયાએ કરી, હાથ જોડી, મસ્તક નમાવી ભુજો ભુજો કરી ખમાવું છું. (તિખ઼ુત્તોનો પાઠ ત્રણ વખત કહેવો.)
૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થયા તે ૩૩૩ ધનુષ્ય ૩૨ આંગળ પ્રમાણ ક્ષેત્ર અવગાહી રહેલ છે. ૭ હાથના સિદ્ધ થયા તે ૪ હાથને ૧૬ આંગળ પ્રમાણ ક્ષેત્ર અવગાહી રહેલ છે અને ૨ હાથના સિદ્ધ થયા તે ૧ હાથ ને આઠ આંગુલ પ્રમાણ ક્ષેત્રને અવગાહીને રહેલ છે - જ્યાં એક સિદ્ધ ત્યાં અનંતા સિદ્ધ અને જ્યાં અનંતા સિદ્ધ ત્યાં એક સિદ્ધ એમ સિદ્ધ સિદ્ધમાં અંતર નથી અને તેઓ જગ્યા રોકતા નથી.
સિદ્ધ ભગવંતોને ચારિત્ર, તપ કે વીર્ય કાંઈ ન હોય, તેમને ફક્ત અનંતજ્ઞાન અને અનંતદર્શન જ હોય છે.
૧૩૧ : 9825
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org