________________
કાયોત્સર્ગ અધ્યયન
શ્રી ગૌતમસ્વામી : -
માઁ
હે ભગવાન ! કાયોત્સર્ગ કરીને જીવ શું ઉત્પન્ન
કરે ?
શ્રી મહાવીરપ્રભુ : -
હે ગૌતમ ! કાયોત્સર્ગ કરીને જીવ અતીત અને પ્રત્યુત્પન્ન (વર્તમાન) પ્રાયશ્ચિત્ત યોગ્ય અપરાધને વિશુદ્ધ કરે છે. પ્રાયશ્ચિત્ત વડે વિશુદ્ધ થયેલો જીવ નિવૃત્ત હૃદય થાય છે અર્થાત્ પોતાના ચિત્તને વિષે નિવૃત્તિને પામે છે. (કોની જેમ ?)
ઉતાર્યો છે ભાર જેણે એવા ભારવાહક (મજૂર)ની જેમ અતિચારરૂપ ભાર ઉતારવાથી ચિત્તમાં નિવૃત્તિ પામે છે અને તેથી કરીને પ્રશસ્ત ધ્યાનને પામ્યો થકો સુખે સુખે વિચરે છે.
Jain Education International
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
અ. ૨૯ બોલ-૧ ૨
૧૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org