________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
|
સામાયિક સૂત્ર - પ્રશ્નોત્તર
(૧) નમોક્કાર મંત્ર- પંચ પરમેષ્ઠી - સૂત્ર પ્રશ્ન :- નમસ્કાર એટલે શું?
ઉત્તર:- નમસ્કાર એટલે નમવું. વિનમ્ર થઈને ઝૂકવું. બે હાથ જોડી, લલાટ (કપાળ) પર લગાવીને મસ્તક ઝૂકાવવું, વંદન કરવું. તેને નમસ્કાર કહેવાય છે.
પ્રશ્ન ૨ :- મંત્ર કોને કહે છે?
ઉત્તર:- જેમાં અક્ષર થોડાં હોય અને ભાવ ઘણાં હોય. જેનું ચિંતન - મનન કરવાથી દુઃખોથી રક્ષણ થઈ શકે. મનોરથ પૂર્ણ થતાં હોય તેને મંત્ર' કહેવાય છે.
પ્રશ્ન ૩:- સર્વથી શ્રેષ્ઠ મંત્ર ક્યો છે?
ઉત્તરઃ- જગતમાં સર્વથી શ્રેષ્ઠ મંત્ર “નમસ્કાર મહામંત્ર છે. તેથી અન્ય મંત્રોની આરાધના કરવી જોઈએ નહિ.
પ્રશ્ન ૪:- અરિહંત કોને કહે છે? ઉત્તર :- અરિ=દુશ્મન,=હંત=હણનાર.
દ્રવ્યથી (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) મોહનીય અને (૪) અંતરાય. આ ચાર ઘાતી કર્મોનો નાશ કર્યો છે. તથા ભાવથીરાગ-દ્વેષરૂપી ભાવશત્રુ આત્મ-શત્રુઓનો નાશ કર્યો છે. એવા સદેહી, સર્વજ્ઞ, વીતરાગ પ્રભુને “અરિહંત' કહેવાય છે.
પ્રશ્ન ૫:- ઘાતી-કર્મ કોને કહે છે?
ઉત્તર:- જે કર્મઉદયમાં આવતાં આત્માના-જ્ઞાનાદિક ગુણોનો ઘાત કરે. તેને “ઘાતી-કર્મ' કહેવાય છે. તે ઉપર લખેલ ચાર છે. તે દૂર કરવા
THIBILIPBHAI HIRIBATHIBITI
પાદશામrati૧ ૬૦ )
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII ભાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org