________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર T HIIIIIIIIIIIIIII ઘણા કઠણ છે.
પ્રશ્ન :- સિદ્ધ કોને કહે છે?
ઉત્તર:- સિદ્ધ એટલે જેઓના સર્વ કાર્ય પૂરાં થઈ ગયા છે. ઘાતી અને અઘાતી બંને પ્રકારના કર્મ અર્થાત્ આઠે કર્મોનો નાશ કરીને લોકના અગ્રભાગે મોક્ષસ્થાનમાં બિરાજમાન છે. તેને “સિદ્ધ'' ભગવાન કહેવાય છે.
પ્રશ્ન ૭:- અઘાતી-કર્મ કોને કહે છે?
ઉત્તર:- જે કર્મ ઉદયમાં આવતાં આત્માના મૂળગુણોનો ઘાત ન કરે. તેને ““અઘાતી-કર્મ' કહેવાય છે. તે ચાર છે. (૧) વેદનીય (૨) આયુષ્ય (૩) નામ અને (૪) ગોત્રકર્મ.
પ્રશ્ન ૮:- આચાર્ય કોને કહે છે?
ઉત્તર:- સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘનું નેતૃત્વ કરતા હોય. પોતે (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર અને (૫) વીર્યાચાર.
આ પાંચ આચારોનું પાલન કરી અન્યને આચાર પાલનની પ્રેરણા આપનારને ““આચાર્ય મહારાજ કહેવાય છે.
પ્રશ્ન :- ઉપાધ્યાય કોને કહે છે?
ઉત્તર :- જે સ્વયં જૈન આગમ=સિદ્ધાંતને ભણે અને બીજાને ભણાવે. તેમજ શંકાઓનું શાસ્ત્રસંમત્ત સમાધાન કરે. ““ઉપાધિ ટાળીને સમાધિ આપે તે ઉપાધ્યાય કહેવાય છે.
પ્રશ્ન ૧૦:- સાધુ કોને કહે છે?
ઉત્તર :- વૈરાગ્યભાવને પ્રાપ્ત કરી, સળગતાં સંસારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરીને અરિહંત ભગવાનની આજ્ઞાનુસાર ““અત હિયઢયાએ '-એકાંત આત્માના હિત માટે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિ શ્રમણધર્મનું જિંદગીપર્યત પાલન કરનારને “સાધુ
Email HHHHE HEIGHHETHElaagitHHHHHHHffi
૧
૬૧TYiHilari.HEH
EatEHBHHHHHHHHHHHHHE.milyHHIGHERE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org