________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧
“ધરણેન્દ્ર-પદ્માવતીસંપૂજિતાય ૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ” “શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિ સદ્ગુરુભ્યો નમઃ” ऐं नमः
વાચકવર શ્રીઉમાસ્વાતિમહારાજ વિરચિત પ્રાતઃસ્મરણીય શ્રીહરિભદ્રસૂરિમહારાજ વિરચિત દિક્ક્મદા વ્યાખ્યા સહિત શ્રાવક પ્રજ્ઞપ્તિ પ્રકરણનો આચાર્ય રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ
श्रावक प्रज्ञप्ति
ટીકાકારનું મંગલાચરણ
स्मरणं यस्य सत्त्वानां तीव्रपापौघशान्तये ।
उत्कृष्टगुणरूपाय तस्मै, श्रीशान्तये नमः ॥ १ ॥
જેમનું સ્મરણ જીવોના તીવ્ર પાપસમૂહના નાશ માટે થાય છે અને જે ઉત્કૃષ્ટ ગુણસ્વરૂપ છે, તે શ્રીશાંતિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. ગ્રંથકારનું મંગલાચરણ
"
स्वपरोपकाराय श्रावकप्रज्ञप्त्याख्यप्रकरणस्य व्याख्या प्रस्तूयते । तत्र चादावेवाचार्यः शिष्टसमयप्रतिपालनाय विघ्नविनायकोपशान्तये प्रयोजनादिप्रतिपादनार्थं चेदं गाथासूत्रमुपन्यस्तवान् ॥
સ્વ-પરના ઉપકાર માટે શ્રાવક પ્રાપ્તિ નામના પ્રકરણની વ્યાખ્યાનો પ્રારંભ કરવામાં આવે છે. તેમાં પ્રારંભમાં ગ્રંથકર્તા આચાર્યે (=શ્રીઉમાસ્વાતિ મહારાજે) શિષ્ટાચારના પાલન માટે, વિઘ્ન સમૂહના નાશ માટે અને પ્રયોજન આદિનું પ્રતિપાદન કરવા માટે આ ગાથારૂપ સૂત્રનો ઉપન્યાસ (=ઉલ્લેખ) કર્યો છે.
अरहंते वंदित्ता, सावगधम्मं दुवालसविहं पि । वोच्छामि समासेणं, गुरूवएसाणुसारेणं ॥ १ ॥
૧. સૂત્રો ગદ્ય અને પદ્ય એમ બે પ્રકારના હોય છે. ગાથા વિનાના જે સૂત્રો હોય તે ગદ્ય કહેવાય. ગાથાવાળા જે સૂત્રો હોય તે પદ્ય કહેવાય. પ્રસ્તુત પ્રકરણમાં ગાથાવાળા સૂત્રો હોવાથી “ગાથા રૂપ સૂત્ર” એમ કહ્યું છે.