Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
ધારણ કરવી જોઈએ. તેથી ગ્રંથકારે તે પછી “સલજજ અને સદયરૂપે ત્રિીશ અને એકત્રીશમા ગુણેનું યથાર્થ દિગ્ગદર્શન કરાવ્યું છે અને તેની પુષ્ટિને માટે અણહિલપુરપાટણના મહારાજા કુમારપાળના મંત્રી આંબડ દેવ અને મહારાજા વિક્રમાદિત્યના સુબોધક દૃષ્ટાંતે આપવામાં આવ્યા છે. અહિં સુધી ગૃહસ્થના વતન સંબંધી ગુણો દર્શાવ્યા પછી ગ્રંથકાર તેના આન્તરગુણનું વર્ણન કહી બતાવે છે કે જે ગુણે શ્રાવકની માનસિક ઉચ્ચતાને દર્શાવનારા છે. ઉત્તમ સ્વભાવના પ્રભાવને દર્શાવનાર ગૃહસ્થ પ્રથમ તે સૌમ્ય-મને હર આકૃતિવાળો હે જોઈએ. દર્શનીય અને પ્રસન્નમૂતિ ગૃહસ્થના દેખાવ ઉપરથી તેના આંતરગુણે જણાઈ આવે છે. ભયજનક આકૃતિવાળે પુરૂષ દુગુણ હેઈલેકોને ઉદ્વેગનું કારણ બને છે. તેથી ગ્રંથકારે “ સૌમ્ય ” નામે બત્રીશમ ગુણ દર્શાવી રાજા વીરવળનું આકર્ષક દૃષ્ટાંત આપ્યું છે.
જે સેમ્ય હોય તે પોપકારી હવે જોઈએ. તેમ વળી પરોપકારના ગુણ વગરની સૌમ્યતા નકામી ગણાય છે, તેથી તે ગુણની પછી જ તેત્રીશમાં ગુણ તરીકે પરેપકારને ગણેલે છે. ગ્રંથકારે આ સ્થળે પરોપકારનો મહાગ્યેને દર્શાવનારું સારું વિવેચન કરેલું છે. તે ગુણને આકર્ષક બનાવવા માટે વિકમ અને ભરત રાજાના સુબોધક દષ્ટાંતો આપવામાં આવેલા છે, જે વાંચવા ઉપરથી પપકારનો અદભુત પ્રભાવ વાંચકેના જાણવામાં આવી શકે છે. ઉપર કહેલા સર્વ ગુણોથી યુક્ત થયેલા ગૃહસ્થને સાંસારિક પ્રવૃત્તિઓ વિષમય એવી વિષમ જાળમાં ખેંચી ન જાય તેથી છેવટે ““અંતરંગ શત્રુ જેવા કામ કેધાદિના ત્યાગ કરવારૂપ' ચેત્રીશ ગુણ દર્શાવ્યો છે. તે પ્રસંગે એ આંતરશત્રુઓનું યથાથ સ્વરૂપ બતાવી ગ્રંથકારે ગૃહસ્થને અધ્યાત્મ માર્ગ તરફ વાળવાની સૂચના કરી છે. અને તેની પછી છેવટે “ઈદ્રિયાને વશ કરવારૂપ” પાંત્રીશમા ગુણનું સર્વોત્તમ દિગદશન કરાવ્યું છે. આ મહાન અંતિમ ગુણેને અતુલ પ્રભાવ દર્શાવવામાં ગ્રંથકારે પોતાનું ખરેખરૂં પાંડિત્ય પ્રગટ કરી બતાવ્યું છે. અને છેવટે આ માગનુસારી પાંત્રીશ ગુણે કે જેઓનું સેવન કરવાથી અસ્પૃદય આપનારા એશ્વર્યને પ્રાપ્ત કરી ભવ્ય પુરુષે સમ્યફવ સહિત નિર્મલ બાર વતરૂપ શ્રાવકધમને પ્રાપ્ત કરી મોક્ષપદના અધિકારી થઈ શકે છે. - એકંદર આ ગ્રંથ ગૃહસ્થ શ્રાવક જીવનના માર્ગદર્શક તરીકે બહુ ઉપયોગી છે. આ ગ્રંથની મહત્તા અને ઉપયોગિતાના સંબંધમાં જેટલું ધારીએ તેટલું કહી શકાય તેમ છે. ગ્રંથની શૈલી બહુ જ ઉત્તમ છે, તે સાથે પ્રસંગે પ્રસંગે આવેલા વિવિધ સુભાષિતે કંઠસ્થ કરવા યેચ અને મનન કરવા ગ્ય છે,