________________
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
અને ઉન્નત સ્તનયુગ્મ, વિશાલ છાતી, મુષ્ટિગ્રાહ્ય સૂક્ષ્મ કટિપ્રદેશ, તેમજ દાંતામાં શ્વેતતા (ઉજવલતા), હોઠામાં રકતતા (લાલાશ), મુખમાં પ્રસન્નતા તેમજ આંખની કીકીમાં કૃષ્ણતા (શ્યામતા)ન ધારણ કરી રહી છે. પોતાના શરીરની કાંતિથી સુવર્ણ ને પણ તિરસ્કાર કરનારી (સુવર્ણ સમી કાંતિવાળી) અને લલાટમાં નીલ તિલક કરવાથી નીલકમલની શાભાને ધારણ કરનારી, સ.પૂ કલાએથી યુક્ત પૂર્ણિમાના ચન્દ્ર જેવા મુખવાળી, કલ'કરહિત મુખ હાવાથી ચન્દ્રની સેાળે કળાને જીતવા માટે જ જાણે લલાટમાં ચાંલ્લા કર્યાં ના હાય ! આવી અદ્ભુત રૂપવાળી કન્યાને જોઇને પ્રદ્યુમ્ન વિસ્મય પામી ગયા અને તેના રૂપને ધરાઈ ધરાઇને જોઇ રહ્યો. ‘અરે, આ તા કોઇ રંભા છે ? ઉર્વીશી છે ? નાગકુમારી છે ? પાતાલસુ`દરી છે ? કિન્નરી છે કે કોઈ ઇન્દ્રાણી છે ? ખરેખર, બ્રહ્માએ જગતની સ્ત્રીએની રૂપસ'પત્તિને લઇને આ કન્યાન ઘડી લાગે છે.’ આ પ્રમાણે વિચારતા પ્રદ્યુમ્ન ચિત્રામણમાં રહેલા ચિત્રની જેમ સ્થિર થઇ ગયા. ત્યાંથી એક ડગલુ પણ ચાલવાની હિંમત રહી નહી. જેણે અનેક દેવાન અને અસુરોને જીતી લીધા છે એવા બળવાન કુમાર પણ મદન (કામદેવ)ના ખાણેાથી પીડાવા લાગ્યા. તેવામાં ‘શ્રીવસંત' નામનો દેવ કુમારને નમસ્કાર કરીને સેવકની જેમ ઊભા રહ્યો. કુમારે પૂછ્યુ· : હે દેવ, આ સુઉંદર કન્યા કણ છે અને તે શા માટે આવા અંધકારમય અરણ્યમાં રહી છે ? તેનું નામ શું ?” દેવે કહ્યું : ‘સ્વામિન્, ધાર વાદળાને ક્ષણમાત્રમાં વિખેરી નાખતા પ્રચંડ પ્રભજન (પવન) ની જેમ પ્રભજન નામના વિદ્યાધર રાજાની વિદુષી સરરવતી નામની પટ્ટરાણીની આ ‘તિ’ નામની પુત્રી છે. એક દિવસે રાજસભામાં કાઇ નૈમિત્તિક (જયાતિષી) આવ્યા. પુત્રી પ્રત્યેના પ્રેમથી રાજાએ જયાતિષીને પૂછ્યું : ‘આ મારી પુત્રીના પતિ કે!ણ થશે ?” જયાતિષીએ કહ્યું : ‘રાજન, ત્રણ ખંડના અધિપતિ દ્વારિકા નગરીના રાજા કૃષ્ણની અગ્રહિષી રુકિમણીની કુક્ષીથી ઉત્પન્ન થયેલા પ્રદ્યુમ્નકુમાર આ તમારી પુત્રીનો પતિ થશે. ધીર, વીર, ઔદાર્યાદિ ગુણાથી યુક્ત ભાગ્ય સૌભાગ્યશાળી પ્રદ્યુમ્ન ક્રીડા કરતા કરતા કાલવનમાં આવશે અને ત્યાં કન્યાના મેળાપ થશે.’નૈમિત્તિકનાં વચનથી સંતુષ્ટ થયેલા રાજાએ પાતાની પુત્રીને આ વનમાં રાખી છે. કન્યા પણ પિતાના વચનથી અને પોતાના પતિને જોવા માટે પતિનુ ધ્યાન કરતી અહીયા રહી છે. હુ. તેના રક્ષક તરીકે રહ્યો છું. તમારી આકૃતિ અને ચેષ્ટા ઉપરથી લાગે છે કે તમે જ પ્રદ્યુમ્નકુમાર છે. તે સુવણુ અને મણીના યાગની જેમ તમારા 'નેનો સંબંધ થાઓ. જેથી વિધાતા (બ્રહ્મા) નો પ્રયાસ પણ સલ થશે. મને, રતિસુંદર ને તેમજ તેના માતાપિતાને પણ આનંદ થશે.' દેવના વચનથી ષિત બનેલા પ્રદ્યુમ્ને કહ્યું : ‘મારૂં પણ મહાન પુણ્ય કે હું ભમતા ભમતો આ જગલમાં આવ્યા અને તમારૂ મને દન થયું.” આ પ્રમાણે વસંતદેવની સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે ત્યાં રતિસુંદરી પણ શિલા ઉપરથી ઉઠીને ત્યાં આવી. પ્રદ્યુમ્નને જોઇને રામાંચિત બની. લજ્જાથી નીચુ. મુખ કરીને ઊભી રહી. વસંતદેવે તે બંનેનો ગાંધવ વિવાહ કરાવ્યા. એક બાજુ કામદેવ જેવા પ્રદ્યુમ્ન અને બીજી બાજુ સુંદર અવર્ણ'નીય રૂપવાળી ‘તિસુ’દરી’ ! તે બંનની શાભાનુ વર્ણન કરવા માટે કોઈ શબ્દ નથી. અર્થાત્ અને અપૂર્વ શેાસાથી શેાલી રહ્યાં હતાં.
૨૨
નવાઢા પત્નીને લઇને આવતાં રસ્તામાં પેલા શકટાસુર મધ્યેા. તે પ્રદ્યુમ્નને જોઇને ખુશ થયા. અસુરના મનમાં થયું કે ‘સ્ત્રીની સાથે પ્રદ્યુમ્ન પગે ચાલીને કેવી રીતે જશે ?’ એમ વિચારીને અસુરે પુષ્પાનો સુંદર રથ આપ્યા. તે રથ અશ્વ વિનાનો ચિ ંતિત સ્થાને પહોંચાડી શકે તેવા હતા. આવા દિવ્ય પ્રભાવવાળા સુંદર રથમાં પત્નીની સાથે બેસીને આવતા પ્રદ્યુમ્નને જોઇને ૫૦૦ વિદ્યાધરકુમાર। શ્યામમુખવાળા બની ગયા.