________________
સર્ગ-૨
૧૫૭
सर्वे जना मिलित्वातो, गत्वा गोविंदसन्निधो ।प्रणम्य कथयामासुः, स्थानमस्माकमर्पय ।४३। तदावादि मुकुंदेन, युष्माकं दुःखमस्ति किं । ते प्राहुर्दत्तराज्येन, सांबेन पीडिता वयं ॥४४॥ गृहेऽस्माकं वधूः पुत्री, स्वसा रुपवती पुनः । शीलस्य खंडनं तासा-मेतेन कार्यते बलात् ।४५। अश्राव्यं वचनं श्रुत्वा, हाहाकारवचो वदन् । तान्प्रजजल्प गोविदः, स्वस्थीभवत सांप्रतं ।४६। मासमेकं वचो मेऽस्ति, तदतःप्रचलेन हि । पश्चादस्य महाशिक्षा, भवतां सुखकारिणी ।४७। स्वस्थीकृता मुकुंदेन, गताः स्वमंदिरे नराः। मास एकश्च संपूर्णः, संजातः क्षणवसतः ॥
પાંડવે, યાદવે અને બલદેવ વિગેરે બધાયે મળીને કૃષ્ણ વાસુદેવને વિજ્ઞપ્તિ કરી –“સ્વામિન, અમારા નાનકડા શાંબકુમારે પોતાની વય પ્રમાણે ઘણું પરાક્રમ બતાવ્યું છે, તે એને કંઈક અધિક માન આપે, જેથી લકે તેના ઓજસને જાણી શકે.” તેઓની વાણી સાંભળીને કેશવે વિચાર્યું -“સર્વ કાર્યમાં સમર્થ એવા શાબને હું શું આપી શકું? હા, મારૂં સામ્રાન્ય એક માસ માટે આપું, જેથી તેની પ્રતિષ્ઠા વધે !” આ પ્રમાણે વિચારીને માધવે સર્વક સમક્ષ મહોત્સવપૂર્વક શુભ દિવસે તેને રાજસિંહાસન ઉપર રાજ્યાભિષેક કર્યો. ત્યારે બલભદ્ર, પાંડ, યાદવ તેમજ બીજા રાજાઓએ પણ શાંબકુમારના ચરણમાં મસ્તક નમાવ્યાં. રાજા કેને નમવા ના હોય? સરખે સરખા મિત્રોની સાથે બીજાઓને દુર્લભ એવું કૃષ્ણ આપેલું અદ્દભુત રાજ્ય શાંબ ભેગવે છે. તરૂણ અવસ્થામાં ગ્રહણ કરેલું રાજ્ય ઉત્તમતા વિના રક્ષી શકાતું નથી. અને તેની આગળ બીજો કોઈ ટકી શકતો નથી. પોતે પોતાની જાતને જ સર્વસ્વ માને છે. તેથી યુવાવસ્થામાં શાંબકુમારને રાજ્યની પ્રાપ્તિ થવાથી કામજન્ય વિકાર ઉત્પન્ન થયો. નગરીમાં જે જે રૂપવંતી રહી હતી તે બધાને પિતાના સેવકે મારફત બોલાવીને તે રીઓને શીલભ્રષ્ટ કરવા લાગ્યા. એટલું જ નહી, પરંતુ કામાસક્ત થયેલ શાંબ પોતે રાત્રિમાં સ્ત્રીઓની વસતિમાં જઈને તેઓને પ્રલોભન આપી પોતાને વશ કરવા લાગ્યો. પ્રાય: કરીને સ્ત્રીઓમાં કામાસતિ વધુ હોય છે. તેથી રાજાથી પ્રેરાયેલી સ્ત્રીઓ ધન આદિની લાલસાથી સ્વયં આવીને શાંબને મલતી અને પોતાના પતિએ પ્રત્યે ઉપેક્ષાભાવ રાખતી થઈ ગઈ. સ્ત્રીઓને પ્રાય: ઇચ્છિત આપનાર પુરૂષ જ વધારે પ્રિય હોય છે. આ પ્રમાણે શબે કુલીન ઘરની સ્ત્રીઓનાં શીલખંડન કરીને, નગરવાસી લેકના દિલને દુઃખી કરી દીધાં. નગરના શ્રેષ્ઠ મહાજને ભેગા મળીને કૃષ્ણ પાસે ગયા. નમસ્કાર કરીને કહ્યું – “સ્વામિન, અમને અમારું સ્થાન આપે. અમારાથી આ નગરમાં નહી રહી શકાય.” કૃષ્ણ કહ્યું -“તમને એવું શું દુઃખ આવી પડયું, જેથી નગર છોડી જવા માગે છે?” તેઓએ કહ્યું- “સ્વામિન, આપે શાંબને રાજ્ય આપી અમને દુઃખી કરી નાખ્યા. અમારા ઘરની રૂપવતી પુત્રી, વહ કે બહેન, કેઈને બાકી રાખી નથી. શાંબે બલાત્કાર સહના શીલનું ખંડન કર્યું છે.” મહાજનનું આવું અશ્રાવ્ય વચન સાંભળીને હાહાકાર કરતા ગોવિંદ કહી – “તમે હમણાં સ્વસ્થ થાઓ. એક મહિનાનું મેં વચન આપ્યું છે, તેથી હમણાં મારું કંઈ ચાલે નહી, છતાં હું ઝીઓની રક્ષા માટેનો પ્રબંધ કરું છું. મહિને પૂરી થયા પછી તે દુષ્ટને હું તેના બદલામાં માટી શિક્ષા કરીશ.” આ પ્રમાણે નગરવાસીઓને સંતુષ્ટ કરી વિદાય કર્યા.
अब तातप्रणामार्थ, सांबः समागतस्तदा । वासुदेवोजावीद् द्वेषात्, स्थेयं राज्ये न मे त्वया।