Book Title: Shamb Pradyumna Charitra Part 02
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta

View full book text
Previous | Next

Page 288
________________ પ્રશસ્તિ ૨૮૧ विघ्नौषधप्रवरमंत्रगतं परोक्षा-कृत्यं विनैव हृदि निःस्पृहतां निरीक्ष्य । योऽमानयद्गुरुमकब्बरपातसाहिः, सूरीशहीरविजयं स नृपोऽपि धन्यः ॥३३॥ जीवा जलस्थलखगा निजजीवितव्य -दानेन चारुकरुणाकरणेन लोकाः । आशीर्वचोःददुरकब्बरपातसाहे, जोयात्पितेव पृथिवीतलपालकोऽसौ ॥३४॥ केचिद् द्विजान् शुचिकुलान् प्रतिबोधयंति, सूक्ष्म क्रियान् स्वकृतसंगरनिवहोत्कान् । केचित्स्वकीयकलया वणिजः कुलीना-नन्यानपि प्रवरधधियश्च केचित् ॥३५॥ लोकातिभीतिकरमुद्गलजातिजोऽपि, भूयिष्टपापकृदकब्बरपातसाहिः।। येनोग्रधर्ममतिना प्रतिबोधितोऽलं, सूरीशहोरविजयोऽत्र गुरुः स पूज्यः ॥३६॥ आचार्यनामधरणप्रवणाः प्रभूताः, संति स्वचित्तपरिकल्पितभूरिगर्वाः ॥ केनापि किंतु बिरुदं न दधे नरेंद्रा-न्मान्यः स योऽखिलजगद्गुरुरित्यधात्तत् ॥३७॥ श्रीस्थूलभद्रवदहो भुवने स्वनाम, श्रीहेमसूरिरिव यः प्रथितं चकार ॥ सूरीशहीरविजयो विजयोन्नतः स, जीयश्चिरं मुनिषु सन्मुकुटायमानः ॥३८॥ इति भट्टारकपुरंदरश्री ५ श्रीहीरविजयसूरिश्वरकीतिसंयमरमणीसंवादोद्भूतपातिसाहि श्रीअकब्बरबहुमानदानवर्णनद्वात्रिशिका ॥ બ્રાહત્યા, બાલહત્યા, સ્ત્રી હત્યા અને ગૌહત્યા-આવી ભયંકર ચાર હત્યાઓ કરનાર તેમજ પશુ, પક્ષીઓ, ડુક્કર, હાથી અને સિંહને શિકાર કરનાર મહાભયંકર હિંસક બાદશાહને પણ જેમણે પ્રતિબંધ કરી અહિંસક અને દયાળુ બનાવ્યા, એવા જગદગુરૂ હીરવિજયસુરિ જગતમાં જયવંતા વર્તો. એવા પ્રભાવશાળી ગુરૂના ગુણોનું વર્ણન કરવા માટે બૃહસ્પતિ પણ સમર્થ નથી. વિદન, ઔષધ, મંત્ર, તંત્ર આદિની પરીક્ષા કર્યા વિના જ, જેમના હૃદયની નિસ્પૃહતા જેઈન અકબર બાદશાહે જેમને ગુરૂ તરીકે માન્યા, એવા બાદશાહ પણ ધન્યવાદને પાત્ર છે. જલચર, થલચર અને ખેચર જીવોને અભયદાન આપવાથી અને પ્રજાનું કરૂણભાવે પાલન કરવાથી જગતના છ અકબર બાદશાહને નીરંતર આશીર્વાદ આપે છે કે - “પૃથ્વીના પાલક, જગપિતા અકબર બાદશાહ જય પામે, જય પામે.” કેટલાંક આચાર્યો પવિત્રકુલમાં ઉત્પન્ન થયેલા બ્રાહ્મણને પ્રતિબંધ કરે છે, કેટલાંક પિતાના કાર્યને કરનાર સૂમકિયાના આરાધકોને પ્રતિબંધ કરે છે, કેટલાક પિતાની વાકપટુતાથી વાણીકોને પ્રતિબંધ કરે છે, તે કેટલાક અન્ય ધર્મને કરનારા કુલીન પુરૂષોને પ્રતિબંધ કરે છે. જ્યારે હીરવિજયસૂરિજીએ તો લોકોમાં ભયંકર એવી મેગલજાતિમાં ઉત્પન્ન થયેલા હિંસક અને કુર એવા અકબર બાદશાહને પ્રતિબંધ કર્યો. તે ગુરૂ ખરેખર જગત્ પૂજ્ય છે. આચાર્ય પદવીને ધારણ કરવામાં તત્પર અને પોતાની કહિપત કીતિને વધારવા માટે પ્રયત્ન કરનારા ઘણું સન્ત છે, પરંતુ હીરવિજયસૂરિ તે કેઈપણ જાતના બિરૂદને ધારણ નહી કરનારા, નિસ્પૃહી એવા તે ૩૬

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294