Book Title: Shamb Pradyumna Charitra Part 02
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta

View full book text
Previous | Next

Page 286
________________ પ્રશસ્તિ ૨૭૯ सर्वव्रतीश वद किं प्रददामि तहि, तुभ्यं प्रसिद्धिजनक शिवदायि दानं ॥२७॥ सूरिजगाद यदि दास्यसि मागितं मे, तद् द्वादशार्पयतमां दिवसानि यावत् । जंतोर्धनाश्रयजलस्थलचारिणोऽपि, निःस्वामिनोऽप्यभयदानममानपुण्यं ॥२८॥ श्रुत्वा गुरोरमृततुल्यमशेषजंतु-प्रोत्यावहं वचनमुन्नतिकारकं च । भूपो वभाण भगवंस्त्वयका यदुक्त, नित्यं भविष्यति हिताय ममापि तत्त् ।।२९॥ तस्मात्त्वदुक्तमनधं वचनं करिष्या-म्युक्त्वेति भानुभवभान्वधिकप्रभाय । आज्ञास्ति यत्र सदकब्बरपातसाहिः, प्रेषीच्च तत्र निजनामपवित्रलेखान् ॥३०॥ केचिद्भयेन सुकृतेन च केचिदेतान्, सल्लज्जया मनसि केचिदमानयंस्तान ॥ केनापि किंतु वलिना विफलीकृता न, लेखाः कृपाकरणतः स्फुरतीशगीहि ॥३१॥ જિનેશ્વર ભગવંતના સુંદર જિનચૈત્યોથી સુશો ભિતપ્રસિદ્ધ પ્રહલાદનપુર (પાલનપુર) નામના નગરમાં વિશુદ્ધ ઓસવાલ વંશમાં શ્રેષ્ઠીઓમાં અગ્રણી “કુરા” નામના ગુણવાન શ્રેષ્ઠી હતા. તેમની દૌર્ય વતી, ઔદાર્યશાલિની આદિ ગુણવાળી “નાથીદેવી” નામની પતિવ્રતા પત્ની હતી. તેની કુક્ષીથી સંપૂર્ણ શુભ લક્ષણથી લક્ષિત “હીર” નામનો પુત્ર હતો. તે હીરકુમારને બાલ્યાવરથાથી જ કીર્તિરૂપી કાંતા જગતમાં પ્રસિદ્ધ હતી, પરંતુ હીરકુમારને વધારે ગુણવતી દીક્ષારૂપી કુમારી સાથે, ઘણો પ્રેમ હોવાથી તેની સાથે પાણિગ્રહણ કરવાની ઈચ્છાથી, ગુરુજનની પાસે આવી દીક્ષાકુમારીના હાથની માગણી કરી. ગુરૂદેવે પણ તરૂણ હીરકુમારના દીક્ષાકુમારી સાથે વિવાહ કરાવી આપ્યા. દીક્ષાકુમારીની સાથે હરકુમારને અતિ રાગ જાણીને, કુરાયમાન કાંતીવાળી કીર્તિરૂપી પ્રથમ પત્ની ઈર્ષ્યા કરવા લાગી. લેકમાં પણ ધન, ધાન્ય, સંપત્તિ ઐશ્વર્ય બધું હોવા છતાં પણ જે પુરૂષને સુંદર રૂપવતી બે પત્નીઓ હોય, તેને પ્રાય: સુખ ન થી હોતું. કેમ કે તે બંને ભાર્યાઓ ઈર્ષાથી એકબીજાની સ્પર્ધા કરતી જ હોય છે. બંને શેયના ઝઘડાથી તેનો પતિ હેરાન પરેશાન થઈ જાય છે. તેથી બહદુ:ખદાયી કારાગૃહમાં વસવું સારૂં, અને દેશાંતરમાં ભ્રમણ કરવું સારું, પરંતુ સુખશાંતિના અભિલાષી પંડિત પુરૂષે કદાપિ બે પત્નીના પતિ બનવું નહીં. અહીંયા પણ શ્રી હીરવિજયસુરિને સ્કુરાયમાન કીર્તિરૂપી વનિતા, પ્રથમ ભાર્યા હતી અને ગુણોથી અલંકૃત શરીરવાળી મનહર રૂપવતી દીક્ષારૂપી બીજી પત્ની હતી. પ્રાયઃ કરીને પુરૂષને પ્રથમ-જુની પત્ની ઉપર રાગ ઓછો હોય છે અને નવી-બીજી પત્ની ઉપર રાગ વિશેષ હોય છે. એ પ્રમાણે હીરવિજયસૂરિને કીર્તિરૂપી જુની પત્ની ઉપર રાગ બિલકુલ ઓછો હોવાથી, કીર્તિરૂપી ભાર્યા માત્સર્યભાવથી હંમેશા કચ-કચ કરતી રહેતી. એક વખત વિષાદને ધારણ કરતી કીર્તિરૂપી સ્ત્રીએ વિચાર કર્યો - “મારા પતિને મારા ઉપર બિલકુલ રાગ નથી, તે માટે અહીં રહેવાનું શું પ્રજન? એમ માનીને જાણે પિતે વેચ્છાથી ત્રણ જગતમાં ફરવા નીકળી પડી ! (અર્થાત્ હીરવિજયસૂરીની કીર્તિ ત્રણે જગતમાં દિગંતવ્યાપી હતી.) આ બધી કવિની ઉબેક્ષા- ક૯૫ના બતાવે છે.) પવિત્ર સમેતશિખર તીર્થની યાત્રા કરી, રાત્રિના સમયમાં વચમાં રોકાઈને હીરસૂરિની કીર્તિરૂપી ભાર્યા સુંદર આગ્રા નામના નગરમાં આવી. તેની પ્રશંસા આગ્રાના રાજા અકબર બાદશાહ પાસે પહોંચી. પ્રશંસા સાંભળીને આશ્ચર્યમુગ્ધ

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294