Book Title: Shamb Pradyumna Charitra Part 02
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta

View full book text
Previous | Next

Page 292
________________ પુપિકા ૨૮૫ અનેક વાચકે, પંડિત આદિ સુવિહિત સાધુગથી સુશોભિત હતું. ભટ્ટારકો (આચાર્યો) માં ઈસમાન એવા શ્રી શ્રી શ્રી હીરવિજયસૂરીશ્વરજીના અસમાન સામ્રાજ્યમાં રહેલા મહાપાધ્યાયશ્રી હર્ષસાગરગણુના શિષ્ય પંડિત પ્રકાંડ શ્રી રાજસાગરગણીવર્યાના શિષ્ય નવનવા ચરિત્ર ગ્રંથનું નિર્માણ કરવામાં તત્પર, પંડિતોમાં ચકવતીંસમા શ્રી રવિસાગરગણીએ પ્રદ્યુમ્નચરિત્રને બિભીતક (હડાનગર) નગરમાં શુભારંભ કરેલો. અને વિક્રમ સંવત ૧૯૪પના રૌત્ર સુદ એકમના ગુરૂવારે રેવતી નક્ષત્રમાં શુભાગમાં માંડલનગરમાં પ્રદ્યુમ્નચરિત્રની રચના સંપૂર્ણ કરી. એવા શ્રી પંડિતચક્રવત રવિસાગરગણીના શિષ્ય જિનસાગરે ગુરૂચરણે આ પુષ્પકનું સમર્પણ કર્યું. | સર્વ પ્રકારની ઉપમાને ગ્ય પવિત્ર નામધેય શ્રી હીરવિજયસૂરિજીના આજ્ઞાવર્તી સુશ્રાવક પુણ્ય પ્રભાવક, જિનાજ્ઞાના પાલક, બાર વ્રતના ધારક, શાહશિરોમણી શાહ છીતરશાના પુત્ર શાહ તહણશા, તેમના પુત્ર શાહ હેમરાજ, ઉદયવંત, કુવાર, સાંદુ, ઉર્વીરપાલ આદિ સમસ્ત પરિવારથી પ્રતિલાભિત પંડિત શ્રી રવિસાગરના શિષ્ય જિનસાગરના ઉપદેશથી સૌભાગ્ય-જ્ઞાનપંચમીની આરાધના નિમિતે, શાહ હેમરાજના પરિવારે પ્રદ્યુમ્નચરિત્રનું આલેખન કરાવવાને સંપૂર્ણ લાભ લીધે છે. : અનુવાદિકાની ક્ષમાયાચના : વિ. સં. ૨૦૪૦ના ચેષ્ઠ કૃષ્ણ નવમી અને શનિવારના સિદ્ધિયોગમાં શુભ ચોઘડિયામાં, મદ્રાસ શહેરની અંતર્ગત ‘મલાપુર’ નામના પરામાં ‘શાંબ-પ્રદ્યુમ્ન–ચરિત્ર” ના ગુર્જર ભાષાનુવાદની મંગલ પૂર્ણાહુતિ થઈ. અનુવાદમાં કઈ ભૂલ કે અશુદ્ધિ રહી ગઈ હોય અથવા જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાઈ ગયું હોય તે સુજ્ઞ પુરૂષે મને ક્ષમા કરશે. આ શ્રુતે પાસનાથી જે પુણ્ય ઉપાર્જન થયું હોય તેનાથી સર્વ જીવોને સુખ મળે, શાંતિ મળે. : અનુવાદિકા : સ્વ. પ્રવર્તિની સાધ્વીજી સુનંદાશ્રીજીની અંતેવાસિની સાવી સુલોચનાથી સંપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294