________________
૨૮૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
બનેલે રાજા કીર્તિના પતિ હીરવિજયસૂરિના દર્શન કરવા માટે ઉત્સુક બન્યા. રાજાએ વિચાર્યું કે “દેવાંગના સમી તે કીર્તિરૂપી સ્ત્રીને હું જોઉં. મારે ઘણી પત્નીઓ છે, પરંતુ આ હીરવિજયસૂરિની કીર્તિરૂપી ભાર્યા તે ત્રણે જગતને મેહ પમાડનારી અદ્દભુત સ્ત્રી છે, તે તેને પતિ કેવો અદ્દભુત જ્યોતિર્ધર હશે ! મારે એના દર્શન કરવા જ જોઈએ.” એમ વિચારીને અકબર બાદશાહે આનંદપૂર્વક હીરવિજયસૂરિને પોતાની પાસે બોલાવ્યા. જેના પ્રતાપરૂપી સૂર્યથી પૃથ્વી તપી રહી છે પરંતુ આશ્ચર્ય છે કે કમલો વિકસિત બને છે, અને શત્રુઓની અસંખ્ય વનિતાઓના મુખરૂપી કમનો સંકચિત થાય છે. ત્રણે લોકમાં રહેલા મદમત્ત હાથીઓ મદ વિનાના બની વૃદ્ધ જેવા થઈ જાય છે. સ્વામિનીની કૃપાથી જ હાથી-ઘેડા, ધન અને સંપત્તિથી સજજને સમાન વૃત્તિવાળા થઈ જાય છે. વળી, જેના પ્રતાપરૂપી સૂર્યથી પિતાને સુંદર ઘરમાં રહેલા શત્રુરાજાએના કપાળમાં લક્ષ્મી દેવીએ કરેલું તિલક ભૂસાઈ જાય છે. તેઓનાં શત્રુના મુખમાં ધૂંક આવી પડે છે. એવા મહાનું સામ્રાજ્યના ભક્તા અકબર બાદશાહે, હીરવિજયસૂરિની પાસે શ્રદ્ધાળુ શ્રાવકની જેમ હાથ જોડી મસ્તક નમાવી, સૂરિજીને પ્રાર્થના કરી. અઢળક ધનસંપત્તિને રાશિ સૂરિજી પાસે કર્યો તેમજ સુંદર રૂપવતી એવી સ્ત્રીઓને સૂરિજીને અર્પણ કરતા કહ્યું- “ભગવન, આ ધનસંપત્તિ તેમજ સૌંદર્યવતી આ સ્ત્રીઓનો આપ ઉપભોગ કરે.” જેના હાવભાવ અને કટાક્ષથી ભલભલા ચોગીઓ ચલિત થઈ જાય, પરંતુ હીરવિજયસૂરિજીએ ન તો ધન સામે નજર કરી કે ન તે સ્ત્રીઓ સામે નજર કરી. બાદશાહને કહ્યું:- “રાજન, જૈન મુનિઓ કંચન કામિનીના સદંતર ત્યાગી હોય છે. અગ્નિના સ્પર્શની જેમ તેનો સ્પર્શમાત્ર પણ કરતા નથી. એટલું જ નહી પરંતુ બીજા પાસે કરાવતા નથી અને જે લેકે કંચન કમિની રાખે છે, તેનું અનુમંદન અમે કરતા નથી.” આ પ્રમાણે સૂરિજીના શ્રીમુખે જેનધર્મનું સ્વરૂપ જાણીને, અકબર બાદશાહને જૈનધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા થઈ. બાદશાહે કહ્યું – “ખરેખર, જગતના સર્વે ધર્મોમાં જૈનધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. જગતના ગુરૂઓમાં હીરવિજયસૂરિ જગદગુરુ છે. તેથી તેઓના દયામય ધર્મને હું અંગીકાર કરું છું. પરંતુ આપ, આમાંની મારી કઈ પણ વસ્તુ નહીં સ્વીકારો ? આપને હું શું આપું? મારા પર કૃપા કરીને આપ કંઈપણ કાર્ય મને બતાવે. આપ કહેશો તે કરવા તૈયાર છું. ત્યારે બાદશાહને ઘણે ઘણે આગ્રહ જોઈને, આચાર્ય ભગવંત બોલ્યા :- “રાજન, જે આપને આપવાની ઈચ્છા છે તે તમારી પ્રસિદ્ધિને કરનાર, તમારૂ કલ્યાણ કરનારું એવું બાર દિવસનું અભયદાન મને આપે. બાર દિવસમાં તમારા રાજ્યમાં જલચર અને થલચર નિરાધાર જીવોની હિંસા થવી જોઈએ નહી. જીવમાત્રને આપેલું અભયદાન મહાન પુણ્યનું સર્જન કરનારૂ થાય છે.” રાજાએ કહ્યું – “ભગવદ્, આપે જે કહ્યું કે તે મારા હિતને માટે છે. હું હંમેશાં કઈ જીવની હિંસા કરીશ નહી. આપના મહામૂલ્યવાન વચન પ્રમાણે મારા સમગ્ર રાજ્યમાં બાર દિવસ સુધી સદંતર હિંસા થશે નહી. તે માટેના મારા આજ્ઞાપત્રો રાજ્યના વિભાગમાં મેકલી આપું છું,' એમ કહીને બાર સૂર્ય સમાન બાર આજ્ઞાપત્રો (ફરમાનો) પોતાના નામથી લખીને મોકલાવ્યા. તે આજ્ઞા પત્રોન કેટલાક સુબાએએ ભયથી, કેટલાકે પુણ્યનું કાર્ય પાણી, કેટલાકે દયાભાવથી, કેટલાકે લજજાથી, તે કેટલાક સુબાઓએ રાજાના માનથી એ આજ્ઞાપત્રોને શિરસાવંઘ કરીને સ્વીકાર્યા. આ પ્રમાણે અકબર બાદશાહે હીરવિજયસૂરિના ઉપદેશથી પોતાના જીવનમાં અહિંસા-દયામય ધર્મને ઉતાર્યો અને પિતાના રાજયમાં પણ સખ્ત રીતે અમારિપ્રવર્તન કરાવ્યું.
ब्रह्मस्तनंधववधूसुरभिप्रहारी, सारंगशूकरमतंगजसिंहमारी । येनेदृशोऽपि नृपतिः प्रतिबोधितो द्रा-ग्जीयाद्गुरुः स इति केचिदवर्णयंश्च ॥३२॥