Book Title: Shamb Pradyumna Charitra Part 02
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta
View full book text
________________
૨૮૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ગુરૂને સ્વયં બાદશાહે “જગદગુરૂ' તરીકે બીરદાવેલા, એવા જગદગુરૂ હીરવિજયસૂરિ જગતમાં જય પામે.
શ્રી સ્થૂલભદ્રજી અને શ્રી હેમચન્દ્રાચાર્યની જેમ જેમનું નામ જગતમાં પ્રસિદ્ધિને પામ્યું છે એવા મુનિઓને વિષે મુગટ સમાન શ્રી હીરવિજયસૂરિશ્વરજી જયવંતા વર્તો.
આ પ્રમાણે આચાર્યોમાં ઈદ્રસમાન શ્રી હીરવિજયસૂરીશ્વરજીની કીત અને સંયમ રહીએ બંનેના સંવાદ પૂર્વક, અકcર બાદશાહ દ્વારા કરાયેલા સન્માન અને બહુમાનનું વર્ણન સીતથી ૩૮ કલેક સુધીના બત્રીશ શ્લોકોમાં કરવામાં આવ્યું. दाग द्वादशारुणमरीच्यधिकप्रतापं, भाग्योदयधुमणिमादधतः स्फुरंतं ॥ आचार्यवर्यपदवीभवनेन यस्य, खंडं जवात्समभवत्कुमतांधकारे ॥३९॥ ध्वांतस्य तस्य परिखंडनके प्रजाते, यद्भाग्यभासुरदिवाकर उद्गते च ॥ भूपालभक्तिबहुमानविधानयोगा-दुद्योत आशु समजायत सर्वलोके ॥४०।। यद्भाग्यकांतसविता वरसप्तसप्तते-राधिक्यमाचरति तीक्ष्णमयूखदैः ॥ रात्रावपि क्षयमुपैति न सोऽपरोऽर्कः, प्राप्नोति तं निखिलविष्टपदुःखहेतुं ॥४१॥ यभाग्यभानुरधिको वरिवति लोके, राज्ञोऽपि दीधितिविनिर्मितितः स चैवं । अन्यःक्षयं दिनकरः प्रकरोति राज्ञ-स्तन्निमितेः स्वयमपीह लभेत तं सः ॥४२॥ तद्यौवराज्यदवीं च दधन्मुनीनां, कुर्वन् सुखानि भुवनं च विमोहयन् सः ॥ भट्टारको विजयसेनगुरुः प्रसन्नो, भूयाद्भवाभिभवभारभरप्रभेदी ॥४३॥
બાર સૂર્યના કિરણોથી અધિક પ્રતાપી જેમને ભાગ્યોદય રૂપી સૂર્ય રાયમાન છે, જેઓએ આચાર્ય પદના પદાર્પણથી કુમતરૂપી અંધકારને ખંડ ખંડ (ચૂર્ણ) કરી નાખ્યો છે, તેવા અજ્ઞાનરૂપી અંધકારને નાશ થવાથી દેદીપ્યમાન ભાગ્યરૂપી સૂર્યનો ઉદય થવાથી રાજા
ની ભક્તિ અને બહુમાન પામેલા, સર્વલોકમાં પ્રસિદ્ધ, ભાગ્યરૂપી સૂર્યના તીણ કિરણોથી આકાશમાં રહેલા સૂર્યને ઝાંખે પાડનારા, ગગનવિહારી સૂર્યને સમસ્ત જગતના દુઃખના કારણરૂપ રાત્રિમાં ક્ષય થાય છે. જ્યારે આ આચાર્ય ભગવંતનો ભાગ્યરૂપી સૂર્ય દિવસ અને રાત્રિમાં અધિક પ્રકાશ કરનાર છે. લોકોના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારો, તેમજ રાજાઓને પણ જ્ઞાનને પ્રકાશ આપનાર, જેમને પ્રખર પ્રતાપી ભાગ્યોદય જગતમાં પ્રસરી રહ્યો છે એવા અને મુનિઓમાં યુવરાજ પદવીને ધારણ કરનારા, લોકોને આનંદ આપનારા અને જગતેને મોહ પમાડનારા એવા ભટ્ટારકાચાર્ય વિજયસેનસૂરિ અમારા ઉપર પ્રસન્ન થાઓ. સંસાર સમુદ્રને પાર કરાવનારા થાઓ.
शुद्धक्रियोध्धतिलसत्समयस्य साधो-रादावशोभयदलंकृतिवद्वपुर्वा । विभ्राजिवाचकपदं श्रमणेषु मुख्य-माचार्ययोग्यपदवीभवनास्पदं यः ॥४४।। भूयस्तपोजपविशुद्धतमक्रियाभि-राराधितो भगवतो ननु येन धर्मः ।

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294