________________
૨૧૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
येषां प्रदीपसामग्री, नास्ति दारिद्रयतौ हहा। कि विपाककरं तेषां. भविष्यति निशाशनं ८२। इति श्रीनेमिना प्रोक्तां, निशम्य धर्मदेशनां । वरदत्तनपःपापा द्विभ्यन्नभ्यदद्विभुं ॥८३॥ तव वाक्यश्रुतेः स्वामिन्, भीतोऽस्मि भवभीतितः। रक्ष रक्ष क्षमायुक्त, स्वांघ्रौ दीक्षाप्रदानतः।
હે ભવ્ય જીવ, મનુષ્યાની સંપત્તિ ક્ષણિક છે. વૌવન સંધ્યાના રંગે જેવું ક્ષણવિનાશી છે. મનુષ્યનું જીવન સમુદ્રના તરંગ જેવું ચંચળ છે. તૃષ્ણા, મૃગતૃષ્ણા સમાન નિરર્થક છે. ભેગસુખ રોગના કારણરૂપ છે. સંગો સ્વપ્ન સમાન ક્ષણિક અને અંતે વિગ કરાવનાર દુઃખદાયી છે. ભેગે વ્યગ્રતા કરાવનારા છે. ગાભ્યાસ જ સાચું સુખ આપનાર છે. મનુષ્ય જન્મ, આર્યદેશ, આર્યકુલ, પાંચે ઇન્દ્રિયની પટુતા, તે બધુ મલવું કામકુંભ જેવું દુર્લભ છે. આટલું બધું મલવા છતાં તેમાં ધર્મની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે. ધર્મની પ્રાપ્તિ થવા છતાં વિશુદ્ધ સંયમનું પાલન કરવું ઘણું દુષ્કર છે. તીર્થકરેએ સાધુ ધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારને ધર્મ કહે છે. સાધુધર્મમાં ચાર મહાવ્રતનું પાલન કરવાનું હોય છે. આવા મહાન સાધુધમ શીઘ્રતાથી મુક્તિસુખ આપનારો હોય છે. દુષ્કર સાધુધર્મ પાળવાને અશક્ત એવા જીવો માટે ગૃહસ્થ ધર્મ છે. જેમાં શુદ્ધ દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે અનન્ય શ્રદ્ધા રાખવી તેને સમ્યકત્વ કહેવાય છે. એ સમ્યક્ત્વમૂલ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત–એમ બાર વ્રતમય ગૃહસ્થ ધર્મ કહ્યો છે. એની સમ્યફપ્રકારે આરાધના કરવાથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. ગૃહસ્થ ધર્મમાં બાવીશ અભય અને બત્રીસ અનંતકાયનું ભક્ષણ વજર્ય હોય છે. તેમજ માંસ, મદિર, મધ અને માખણ– એ ચાર મહા વિગઈઓ, પાંચ ઉંબર (વનસ્પતિ) તેમજ રાત્રિભોજનને પણ ગૃહસ્થોએ ત્યાગ કરવો જોઈએ. લૌકિકશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સાત ગામને બાળવાથી જે પાપ લાગે તેવું પાપ રાત્રિભેજન કરવાથી લાગે છે. માટે દુર્ગતિના કારણરૂપ રાત્રિભેજનને સદંતર ત્યાગ કરવો જોઈએ. મદિરાપાનથી ડાહ્યો માણસ પણ વિકલ બની જાય છે. મદીરાપાનમાં ચકચૂર થયેલ માણસ, માતાને પત્ની, અને પત્નીને માતા રૂપે માને છે. મદિરાપાનથી જીવતા પણ મૃતકની જેમ માણસના મુખમાં શ્વાન મૂતરે છે અને તેના મોંઢા ઉપર માખીઓ બણબણાટ કરે છે. માખણના ભક્ષણમાં પણ જ્ઞાનીઓએ ઘણા દોષ બતાવ્યા છે. માખણમાં સમયે સમયે સંમૂચ્છિમ પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે. માંસાહારી છામાં દયાને અંશ પણ હોતું નથી. હંમેશાં તેને ક્રૂર અધ્યવસાય ચાલ્યા કરે છે. અને કર અધ્યવસાયથી તે માંસ લોલુપ્ત જીવો મરીને ઘેર નરકમાં ઉપન્ન થાય છે. ત્યાં ક્ષેત્રકૃત અને પરમાધામીઓની ઘોર યાતનાઓ ભેગવવી પડે છે. ઉદ, ઉંબર, વડ, પીંપળી અને કાક- આ પાંચ વૃક્ષેની પીંપળ તેમજ ટેટાઓ અજ્ઞાની છો ખાય છે, તે તેમાં રહેલા ત્રસકાય જીવોની હિંસા થવાથી ભયંકર પાપ બાંધીને તે છે નરકના અતિથિ બને છે. રાત્રિભેજનમાં રાત્રિના અંધકારમાં ઘણુ સૂક્ષમ છેને સમુદાય ફરતે હેય છે. ભલે, ઘણા દીપકનો પ્રકાશ હોય, છતાં એ સૂક્ષ્મ જીવો એટલા સૂક્ષ્મ હોય છે કે દેખાતા નથી, અને દરિદ્ર મનુષ્યના ઘરમાં તે દીપક પણ નહીં હોવાથી, તેઓને રાત્રિભોજન દુઃખદાયી અને જીવિતનો નાશ કરનાર છે.ને છે”
આ પ્રમાણે ભગવાન નેમિનાથની ધર્મદેશના સાંભળીને પાપથી ધ્રુજી ઉઠેલા વરદત્તરાજાએ ભગવંતને વિજ્ઞપ્તિ કરી :- “સ્વામિન્, આપની ધર્મદેશનાથી હું આ સંસારથી ભયભીત બન્યો છું. તે મારું રક્ષણ કરે, રક્ષણ કરે. આપના ચરણનું મને શરણ આપો. આપ કૃપા કરીને મને પ્રત્રજ્યા પ્રદાન કરો.”