________________
૨૬૦
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
रामोऽपि वचनं विष्णोः, प्रमाणीकृत्य भारते । गत्वा तथैव चक्राते, भ्रातृमोहेन मोदितः ॥ विमानस्थितयो राम-मधुसूदनयोः शुभे । रुपे द्वे त्रिदशः कृत्वा, समस्तानामदर्शयत् ॥५५॥ राममाधवयोर्मूर्ती, पूजयिष्यति यो जनः । तस्य पुत्रकलत्रादि, सर्वमिष्टं भविष्यति ॥५६॥ उत्कृष्टं देवताबुद्धि, नैतयोर्य: करिष्यति । धनधान्यकुटुंबानां, हानिरेव तदालये ॥५७॥ एतावेव जगत्सृष्टि-संहारप्रविधायिनौ। रामकृष्णौ प्रवर्तेते, न परः कोऽपि निर्जरः ॥५८॥ ततो द्वारवतीपुर्या, अस्माभिरेव निर्मितौ। उत्पत्तिप्रलयौ केना-प्यपरेण न नाकिना ॥५९॥ कथयामास निःशेष-लोकानामिति निर्जरः । सकलोऽपि ततो लोको-ऽपूजयत्प्रतिमे तयोः ॥ कारयित्वा स्वगोविंद-प्रतिमापूजनं बलात् । बलदेवः सुरोऽगच्छ-त्पंचमे त्रिदशालये ॥६१॥
पुण्याज्जयः स्याबहुसौख्यकर्ता, पापात्क्षयश्चातुलदुःखकर्ता ।
प्रत्यक्षमेतबलदेवविष्णो-विलोकनीयं विबुधेन पुंसा ॥६२॥ બલભદ્ર વિદ્યાધર મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કરી, ઘેર તપશ્ચર્યા શરૂ કરી. શરીર આદિને અનિત્ય અને ક્ષણિક જાણતા વિરાગી બલભદ્ર ગુરૂની આજ્ઞાનુસાર પ્રતિભાધારી બન્યા. એક માસક્ષમણ, બે માસક્ષમણ, ચાર માસક્ષમણ આદિ ઉગ્ર તપશ્ચર્યાને પારણે મુનિવર જ્યારે નગરમાં ભિક્ષા માટે જાય છે ત્યારે સ્થાને સ્થાને સ્ત્રીઓનાં ટેળાં બલભદ્રના રૂપને જોવા માટે ભેગાં થાય છે. એક વખતે માસક્ષમણના પારણે બલભ દ્રમુનિ તંગીયાપુર નગરમાં જતા હતા ત્યારે કુવાના કાંઠે પાણી ભરવા આવેલી સ્ત્રીઓ, મુનિનું રૂપ જોવામાં મશગુલ બનીને ઊભી રહી, તેમાંની એક સ્ત્રી મુનિના રૂપમાં આસક્ત બનેલી કુવામાંથી જલ લેવા માટે ઘડાના બદલે પાસે રહેલા બાળકના ગળામાં દોરડાને ફસે નાખીને, બાળકને કુવામાં ઉતારતી હતી. તેટલામાં બલભદ્રમુનિ નજીકમાં આવી ગયા. આવું અઘટિત કાર્ય જોઈને બાઈને કહ્યું -“અરે, મુગ્ધા, આ શું કરે છે? મારા રૂપમાં મુગ્ધ બનેલી તું, તારા બાળકને કુવામાં ફેંકવા તૈયાર થઈ ગઈ છે?” તરત જ બાઈ સભાન થઈ ગઈ, પરંતુ બલભદ્રમુનિ વિચારવા લાગ્યા -“ધિક્કાર છે મારા રૂપને, કે મારા રૂપમાં આસક્ત બનેલી સ્ત્રીઓ આવા પ્રકારનું અઘટિત કાર્ય કરે છે. બસ, હવેથી મારે નગર કે કઈ ગામમાં આહાર લેવા માટે જવું નહી.” આ પ્રમાણેને ઉત્કૃષ્ટ અભિગ્રહ ધારણ કરી, તપશ્ચર્યા કરતા તેમણે જંગલમાં જ નિવાસ કર્યો. જંગલમાં કયારેક આહારની પ્રાપ્તિ થાય તે પારણુ કરે, નહીતર કાયમ ઉપવાસ કરતા. કોઈક વખત છ મહિને નાના ઉપવાસ થાય તે કયારેક પંદર દિવસ, વીસ દિવસ, માસક્ષમણ કે ચાર માસક્ષમણની તપશ્ચર્યા થતી. તંગિકાપર્વતના શિખર ઉપર તપશ્ચર્યા કરતા બલભદ્રમુનિને જંગલમાં રહેલા જંગલી પશુઓ વશ થયા. મુનિ જ્યારે કાયોત્સર્ગ–ધ્યાનમાંથી મુક્ત થાય ત્યારે સિંહ, વાઘ, શિયાળ, હરણિયાં, સસલાં આદિ પશુઓ એમની પાસે આવીને બેસતા. મુનિના તપોબલથી પશુઓ પરસ્પરના વૈરને ભૂલી મિત્રરૂપે સાથે બેસતા, મુનિ તેઓને દુખ વિનાશિની દેશના આપતા ! દેશના સાંભળીને કેટલાક પશુઓ સમ્યકત્વને ધારણ કરનારા થયા, તો કેટલાક દેશવિરતિધારી બન્યાં. કેટલાકે તે કંદમૂળનું ભક્ષણ તેમજ માંસભક્ષણ પણ છોડી દીધું. આ પ્રમાણે પશુઓ પોતાના તિર્યંચ ભવના વિનાશ માટે મુનિની પાસે કાયોત્સર્ગ–ધ્યાનમાં રહેતાં. અનેક પશુઓ મુનિની પાસે અનશન કરીને સ્વર્ગલોકમાં ગયાં. મનુષ્યના ભયને ન ગણકારતા