________________
સર્ગ–૧૫
૨૬૧
હરણીઆઓ ભદ્રક (સરલ) ભાવને ધારણ કરતા સેવકની જેમ મુનિની સેવા કરતા. જાતિસ્મરણજ્ઞાનથી, પૂર્વભવને સંબંધી એક મુખ્ય હરણીય, વૈરાગ્ય પામી બલભદ્રમુનિના શિષ્યની જેમ રાત-દિવસ મુનિની સેવામાં રહેતો. પારણના દિવસે પર્વત ઉપરથી ઉતરીને જંગલમાં ચારે બાજુ તપાસ કરી આવે. જગલમાં કઈ સાર્થ કે માણસે આવ્યા હોય તે પિતાના પૂંછડાથી અથવા મસ્તક અને નેત્રોની સંજ્ઞાથી મુનિને ત્યાં લઈ જાય, અને મુક્તિ આહાર કરે ત્યારે તે હરણ નાચી ઉઠે. ઘણી ઘણી અનુમોદના કરે. મુનિ પણ તેના આગ્રહથી ધ્યાન પૂરૂ કરી તેની સાથે જાય. આ પ્રમાણે નિત્યક્રમ મુજબ હરણ એક દિવસ જંગલમાં તપાસ કરવા માટે ગયે, ત્યાં એક રથકાર (સુથાર) લાકડા કાપવા માટે પોતાના માણસની સાથે જંગલમાં આવેલ. ભેજન વેળાએ રસેઈ કરતા માણસોને જોઈને હરણુ મુનિને આગ્રહ કરીને ત્યાં બોલાવી ગયું. મુનિ પણ તેના આગ્રહથી ભિક્ષા લેવા માટે ત્યાં આવ્યા. રથકાર પણ ભેજનની તૈયારી કરતા પહેલા વિચારે છે કે : “આ જંગલમાં મારા ભાગ્યયોગે કોઈ અતિથિ, અભ્યાગત અથવા સંન્યાસી આવે તે તેમને ભેજન કરાવીને પછી હું ભોજન કરૂં” આ પ્રમાણે રથકારના શુભસંકલ્પથી તેને તરત જ મુનિરાજનાં દર્શન થયા. જંગમ કલ્પવૃક્ષ સમાન મુનિવરનું અદ્દભુત રૂપ જોઈને, રથકાર વિસ્મિત બનીને વિચારમાં પડયો - “અહો ! સ્વર્ગલોકના દેવોનું પણ આવું રૂપ નહીં હોય, તે મનુષ્ય લેકમાં તે આવા અભૂતે રૂપને સંભવ જ કયાંથી હોય ? ઓહો ! આવા અદ્દભૂત રૂપવાન મુનિવર કેણ હશે ? ધન્ય ભાગ્ય મારાં, કે મને આવા તપસ્વી મુનિના દર્શન થયાં ! ધન્ય છે આજને પવિત્ર દિવસ અને ધન્ય છે મારા નેત્રોને ! આવા મુનિવરના દર્શન કરીને પાવન થયા. આહારને માટે આવતા મુનિવર પાસે જઈને જોઉં, તેમને વંદન કરૂં અને મારા આત્માને સફળ બનાવું.” આ પ્રમાણે વિચારી રથકારે મુનિવર સામે જઈ પંચાંગ પ્રણિપાત (નમસ્કાર) કરીને મુનિવરને ભાવપૂર્વક વિજ્ઞપ્તિ કરી :- “પ્રભો, આપ પાત્ર પ્રસારે. આપનાથી શ્રેષ્ઠ બીજુ કઈ પાત્ર નથી. આ૫ ભિક્ષાને ગ્રહણ કરી સંસાર સમુદ્રથી મારે નિસ્તાર કરો.” મુનિ પણ રથકારનો આદર-ભાવ જાણીને સંતુષ્ટ થયા અને ભિક્ષા લેવા માટે પાત્ર લઇને શુભભાવના ભાવે છે :- “અહો, આજ મારો ભાગ્યોદય કે જંગલમાં પણ મને નિર્દોષ આહારની પ્રાપ્તિ થઈ. નિર્દોષ આહાર નહી લઉં તો શરીર ટકી શકે નહી. અને નિર્બળ શરીરથી સંયમની આરાધના થઈ શકે નહી. જે હું આહાર ગ્રહણ ના કરું, તે રથકારને અંતરાય કરનારો થાઉં, આ પ્રમાણે બલભદ્રમુનિ શુભભાવના ભાવતા ઉભા રહ્યા. રથકાર પણ પોતાની જાતને કૃતાર્થ માની રહ્યો. અને પાસે ઊભેલે મૃગ પણ મુનિ અને રથકારની અનુમોદના કરી રહ્યોઃ “ધન્ય છે અનિને કે જેમને જંગલમાં પણ નિર્દોષ આહારની પ્રાપ્તિ થઈ. ધન્ય છે રથકારને કે જે આવા મહામુનિને આહાર આપીને, તેમની સંયમની સાધનામાં સહાયક બની રહ્યો છે. હું નિપુણ્ય છું કે પશુભવ (તિર્યંચભવ)માં આવું કેઈ સુકૃત કરી શકતો નથી. ધિક્કાર છે મારા આત્માને.” આ પ્રમાણે મુનિ, રથકાર અને હરણ–ત્રણે છાએ સ્વર્ગલોકને ઉચિત શુભભાવનાપૂર્વક દેવાયુને બંધ કર્યો. ત્યાં રથકારે અધું કાપેલું વૃક્ષ પ્રચંડ પવનથી એ ત્રણેના મસ્તક ઉપર પડયું. પડતાની સાથે જ મુનિ, રથકાર અને હરણ ત્રણે જ મનુષ્ય આયુ પૂર્ણ કરી, મરણ પામી, પાંચમાં બ્રહ્મદેવલોકના પક્વોત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. બલભદ્રદેવ અવધિજ્ઞાનથી નરકના દુઃખ ભોગવી રહેલા શ્રી કૃષ્ણને જોઈને, બંધુપ્રેમથી પ્રેરાઈને સ્વર્ગલોકમાંથી નરક લોકમાં ગયા. કૃષ્ણને આલિંગન આપીને દેવે કહ્યું ઃ- “બંધુ, તારા પ્રત્યેના સ્નેહથી પ્રેરાઈને હું બલભદ્રને આત્મા દેવ, સ્વર્ગલેકમાંથી તને મળવા માટે આવ્યો છું. તેથી હે ભાઈ, તું કહે, તારું શું અભિષ્ટ