Book Title: Shamb Pradyumna Charitra Part 02
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta

View full book text
Previous | Next

Page 277
________________ ૨૭ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર ૫ : અન્યત્વ-ભાવના. હે જીવ, તું માતા, પિતા, સ્વજન, બંધુ વગેરે બધાથી ભિન્ન છે. ધન-ધાન્ય, કુટુંબ પરિવારથી તું જુદો છે, પુત્ર-ભાયથી પણ તું ભિન્ન છે. અરે, તારું શરીર પણ તારાથી ભિન્ન છે. તું શુદ્ધ સ્વરૂપી આત્મા છે. તારૂં કઈ હોય તે તારા જ્ઞાનાદિ ગુણ છે. તે જે વસ્તુ કે જે વ્યક્તિ તારી નથી, તેના પ્રત્યે શા માટે મમત્વ ભાવ રાખવો જોઈએ ? તારા પિતાના સહજાનંદીપણાને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કર, જેથી તું મુક્તિનું પરમ સુખ પામવા માટે ભાગ્યશાળી બનીશ. આ પ્રમાણે અન્યત્વ ભાવનાને પ્રદ્યુમ્ન મુનિ પ્રતિદિન ભાવતા હતા. ૬ : આશ્રવ-ભાવના. પાંચ ઈદ્રિયો દ્વારા દુર્ગતિના કારણરૂપ પાપકર્મો નિરંતર આત્મામાં આવ્યા જ કરે છે. કાન દ્વારા બીજાની નિંદા, અવર્ણવાદ સાંભળવા વિગેરે શ્રવણેન્દ્રિયનો પાપાશ્રવ કહેવાય. નેત્ર દ્વારા પરી આદિના રૂપને રાગથી જોવા, બીજાનું એશ્વર્ય, સંપત્તિ, અને ઉન્નતિ જોઈને ઈર્ષા કરવી, વિગેરે ચક્ષુરિન્દ્રિયને પાપાશ્રવ કહેવાય. નાસિકા દ્વારા પુષ્પ આદિ સુગંધી પદાર્થોને ભોગ માટે પ્રબલ રાગથી ઉપયોગ કર, તે ધ્રાણેન્દ્રિયો પાપાશ્રવ કહેવાય. જીભ દ્વારા અતિ નિંદનીય અભણ્ય પદાર્થના રસાસ્વાદમાં લુબ્ધ બનવું, તે ઇન્દ્રિયને પાપાશ્રવ કહેવાય. સ્પર્શેન્દ્રિય દ્વારા પરસ્ત્રી આદિના કેમલસ્પર્શમાં આસક્ત બનવું તે સ્પર્શેન્દ્રિયના પાપાશ્રવ કહેવાય. આ પ્રમાણે પાંચે ઈન્દ્રિયના પાંચ આશ્ર દ્વારા જીવને સમયે સમયે કર્મબંધ થાય છે. આ રીતે પ્રદ્યુમ્ન મુનિ આશ્રવભાવનાનું ચિંતન કરતા હતા. ૭ : અશૌચ-- ભાવના. મહામૂલા ઘેબર આદિ પકવાન્ન તેમજ મધુર ક્ષીરપાકનું ભોજન કર્યું હોય, પરંતુ તે પેટમાં ગયા પછી, સારામાં સારા પકવાને ક્ષણમાત્રમાં વિષ્ટા, મૂત્ર, મળ અને માંસ રૂપે પરિણમે છે. અને સ્ત્રીઓના સુંદર રૂપ, લાવણ્ય, હાવભાવ, કટાક્ષ અને વિભ્રમ જોઈને, જીવ મન-વચન-કાયાથી તેમાં મૂઢ બની પોતાના પૌરુષનો નાશ કરી નાખે છે. પરંતુ મેહમૂઢ બનેલ માનવી નથી જાણતો કે સ્ત્રીનું હારથી દેખાતું રમણીય શરીર મલમૂત્રની કથળી છે, અને તે સ્ત્રીના શરીરમાંથી પ્રત્યેક સમયે બાર અશુચિ દ્વારમાંથી નીરંતર અશુચિ વહી રહી છે. એવા દુર્ગ“ધમય શરીર ઉપર મારે શા માટે મહ કરવા જોઈએ ? આ પ્રમાણે અશુચિ ભાવનાને પ્રદ્યુમ્ન મુનિ ભાવી રહ્યા હતા. ૮ઃ સંવર-ભાવના. પાંચ ઈન્દ્રિયના પાંચ આશ્રવોનો રોધ કરવો તેને સંવર કહેવાય છે. જિનેશ્વર ભગવંતે તે સંવરને દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે કહ્યો છે. હાથ, પગ, નેત્ર, મુખ અને મસ્તક આદિની કુ ઓથી વિરામ પામવું અથવા તે કુચેષ્ટાઓને રોકવી, તે દ્રવ્યસંવર કહેવાય છે. ક્રોધ, ‘માન, માથા અને લોભ આદિ કષાથી અટકવું, અર્થાત તે કલાને નિષ્ફળ બનાવવા, તેને ભાવસંવર કહેવાય છે. હે આત્મા, જે તું મેક્ષસુખને ઈરછુક હોય તે તારે દ્રવ્યસંવર અને ભાવસંવરથી તારા આત્માને ભાવિત કરવા જોઈએ.

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294