________________
૨૫૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
कलेवरमिदं विष्णो-र्जीवेनास्ति विजितं । ततस्त्वया कृतौ भक्ति-मोही वेत्ति न सर्वथा ॥ एक तदीयवाक्येन, प्रतिबोधमवाप्य च। देहसंस्कारमासूत्र्य, वैराग्याद् व्रतमाददे ॥९४॥ दीक्षोद्यतं बलं ज्ञात्वा, श्रीनेमिप्रेषितस्य च । विद्याधरमुनेः पार्वे, रामो दोक्षां गृहीतवान् ।।
પાણી લઈને ત્વરાથી આવતા બલભદ્ર, ઘરથી કાષ્ઠની જેમ નિશ્રેષ્ટ પડેલા બંધને જોઈ વિચારવા લાગ્યા – “શું મારા ભાઈને કઈ દુશ્મને માર્યો તે નહીં હોય ? અથવા નજીકમાં જઈને જોઉં.” એમ ઉત્સુકતાથી દોડતા બલભદ્ર કૃણની નજીકમાં આવીને કહ્યું – “ ઉઠ ઉઠ ભાઈ, જે તારા માટે પાણી લાવ્યો છું. આ ઠંડું પાણી પીને તારી તૃષાને શાંત કર.” આ પ્રમાણે કહેવા છતાં કૃષ્ણ ઉઠયા નહી, અને બોલ્યા નહીં, ત્યારે મોહથી વિહુવલ બનેલા બલભદ્ર વિલાપ કરવા લાગ્યા અને રૂદન કરતા કરતા બલવા લાગ્યા – “હે ભાઈ, તું સાચું કહે હું તારા માટે પાણી લેવા ગયો ને ઘણો સમય થઈ ગયો, તેથી તું રોષે ભરાય છે? આજ સુધી મેં તારા ઘણુ ઘણા અપરાધો કર્યા હશે, છતાં તું કયારે પણ રોષે ભરાયે નથી, અને મારી સાથે અબોલા લીધા નથી. હે કેશવ, તું આ રીતે લાંબા સમય સુધી કોઈ ના કર. શું તું ઊંઘી ગયો છે? આટલી લાંબી ઊંઘ તારે કરવી ના જોઈએ. અરે કેશવ, તું મારા સામું તે જે. મારા જેવા રાંક ઉપર આટલો બધો ગુસ્સે કરો શું તને ઉચિત લાગે છે? તારા અ. લાથી મને શું શું થતું હશે ? ભાઈ, મારા ઉપર જરા તે દયા લાવ. તું આંખ ખોલીને મારા સામે તે જો. હે વનદેવતા, મારા ઉપર રોષે ભરાયેલા મારા સહોદરને તમે મનાવે કે તે મારી સાથે બેલે.” ફરી પાછા કૃષ્ણનું મુખ ઉંચુ કરીને બેલ્યા :- “ઉઠ બાંધવ ઉઠ, મારા વહાલા ભાઈ, તું કેમ બેલ નથી ?” પાછા દીર્ઘ નિસાસા નાખતા કુલદેવીને ઉદેશીને બોલ્યાઃ “હે કુલદેવતા, તમે અમારું દુઃખ કેમ દૂર કરતા નથી ? અત્યારે બધી કુલદેવીએ કયાં ચાલી ગઈ? ભલે, અમારું બધુ ચાલ્યું ગયું, પરંતુ એક મારા ભાઈને મારી સાથે બેલ કરો. મારે બીજું કંઈ જોઈતુ નથી.” હવે સિંહને ઉદ્દેશીને કહે છે : “હે સિંહો, જે તમારામાં શૌર્ય હોય તો એક સિંહનાદ કરે. તમારે સિંહના નહીં સહી શકવાથી તમને મારવા માટે મારે ભાઈ ઉભો થશે.” “હે મૃગલાઓ, ભય મૂકીને તમે અહીં આવે. મૃદુ સ્વભાવવાળા તમને જોઈને, તમારી સાથે ક્રીડા કરવા માટે મારો ભાઈ ઉઠશે.” “હે મેરલાએ, તમે અહીં આવીને નૃત્ય કરો, તમારું નૃત્યતમારી કલા જોઈને મારી બંધુ ખુશ થશે.” “અરે કોકિલાઓ, તમે તે અહીં આવો. તમારે મધુર પંચમ સૂર સાંભળીને મારે બાંધવ ખૂશ થાય.” આ પ્રમાણે પશુ પક્ષીઓને ઉદ્દેશીને કહ્યા બાદ બલભદ્ર કૃષ્ણના શબને ખેળામાં લઈને રૂદન કરતા કરતા બોલે છે – “હે બંધુ, આ ભયંકર જંગલમાં હું એકલે ડરી રહ્યો છું. માટે તું બોલ, તું મારી સાથે બોલીશ તો પછી મને કોઈને પણ ભય નથી. દ્વારિકાનો નાશ થયો. માતા પિતા તેમજ સ્વજન આદિ બધાને વિયોગ થયો. તેમ છતાં એક તાર સહારે મારા માટે સર્વસ્વ છે. આવી વિકટ પરિસ્થિતિમાં હે બંધુ, તું આમ રીસ કરીને બેસી જાય તે મારું શું થશે? તું મારા સામું તે જે. હું કેટલે દુઃખી થઈ રહ્યો છું? તું બેલીને મને ખુશ કર,” અતિ તૃષાથી મારો ભાઈ મૂછિત થઈ ગયો લાગે છે, તેથી એના મોઢામાં પાણી નાખુ. જલપાન કરવાથી એની તૃષા શાંત થશે પછી મારા ભાઈ બોલશે.” આ પ્રમાણે વિચારીને બલભદ્ર કૃષ્ણનું શબ ગાદમાં લઈને મુખમાં પાણી રેડવા માંડયું. પાણી બહાર ચાલ્યું જાય છે, છતાં “ભાઈ તું પાણી પી ! તું કેમ