________________
સ-૧૫
પીતા નથી ? ’ આ પ્રમાણે ખેાલતા અને રડતા રામ, કૃષ્ણને મનાવવા માટે અથાગ પરીશ્રમ કરે છે. પરંતુ માહથી વિહ્વળ બની ગયેલા બલભદ્ર, કૃષ્ણને મરણ પામેલા માનવા તૈયાર નથી. પછી તા માહાંધ બનેલા બલભદ્ર, ખભા ઉપર કૃષ્ણનુ' મૃતક ઉપાડીને ત્યાંથી આગળ જાય છે. જ્યારે પાતે સ્નાન કરે છે ત્યારે શત્રને સ્નાન કરાવે છે. પેાતે લેાજન કરે છે તે પહેલાં કૃષ્ણના શખના મુખમાં કાળીયા મૂકીને કહે છે કે ‘ ભાઈ, તું ભાજન કર.’ જ્યારે શબ ભજન ના લે ત્યારે ‘હું ભાઈ, પહેલાં તા તારાથી એક ક્ષણ માત્ર ભૂખ સહન થતી નહેાતી. કાણુ જાણે તારૂ આ સ્વરૂપ નથી સમજાતું કે તું કયા કારણે આટલા બધા રાષે ભરાયા છે ? ભાઈ તું મને ક્ષમા કર ! લે આ ભાજન કરી લે!’ આ રીતે જ્યારે પાતે પાણી પીવે છે ત્યારે પણ કૃષ્ણને નિમ’ત્રણ કરે છે. રાત્રિમાં પાતે સૂવે છે તે પહેલાં બલભદ્ર કૃષ્ણુના માટે જમીન સાફ કરી, શય્યા પાથરીને સૂવાડે છે. ‘ મારા પ્રિય બંધુ કૃષ્ણને જરા પણ દુઃખ ના થાઓ.' તેને માટે બલભદ્રં અતિ માહથી રાત-દિવસ તેની સેવામાં સતત તત્પર રહે છે. આ રીતે શને ખભે ઉચકીને ગામોગામ ફરતા બલભદ્રને છ મહિના થઇ ગયા. ત્યારે સિદ્ધાર્થસારથીના જીવ (બલભદ્રના સારથીએ દીક્ષા લીધા પહેલા બલભદ્રને પ્રતિબેાધવાનુ વચન આપ્યું હતુ) કે જેણે ભગવાન નેમિનાથ પાસે સંયમ ગ્રહણ કર્યું હતું અને તે સ્વલેાકમાં ઉત્પન્ન થયેલા. પેાતાના વચન પ્રમાણે બલભદ્રને પ્રતિબાધ કરવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા ને એક ખેડૂતનું રૂપ ધારણ કર્યું.. તેણે પત્થરના રથ બનાવ્યા. તે રથને વિષમ (ખાડા ટેકરાવાળી) ભૂમિમાંથી નીચે ઉતારીને સમ ભૂમિમાં લાવ્યા. તેની સાથે જ રથના ટુકડે ટુકડા થઈ ગયા. ખેડૂતરૂપે દૈવ રથના પત્થરના ટુકડા જોડવા માટે નિષ્ફલ પ્રયાસ કરે છે. આવું અસમજસ કા જોઇને બલભદ્ર ખેડૂતને કહે છેઃ• હું મૂર્ખ, જે તારી રથ સમભૂમિમાં ભાગી ગયા, તે હમણાં સાધન વિના કઇ રીતે સારે થશે ?” ખેડૂતે કહ્યું :– હે માનવ, જો તારૂ· આ શખ જિવીત થશે તે મારા આ રથ કેમ સજ્જ નહી થાય?’ અણુગમા દાખવીને અલભદ્ર ત્યાંથી આગળ ચાલ્યા. ત્યારે દેવ આગળ જઈ ને તેમના રસ્તામાં પત્થરની શિલા પર કમલ ઉગાડવાના પ્રયત્ન કરવા લાગ્યા ! બલભદ્રે કહ્યું :‘ અરે મૂર્ખ શિરામણી, તું આ ફોગટ બાલચેષ્ટા કરી રહ્યો છે, કયારે પણ જાણ્યુ છે. પત્થર ઉપર કમલ ઉગવાનું ?” ત્યારે દેવે કહ્યું: ‘ જો તારા સ્કંધ ઉપર રહેલુ' મડદું જીવતું થતું હોય તેા પત્થર ઉપર કમલ કેમ ના ઉગી શકે? ’ ત્યાર પછી દેવે પ્રત્યક્ષ થઈ ને કહ્યું :– · અહેારામ ! મરેલા માનવી કયારે પણ ભેાજન કરે ખરા ? કયારે પણ મડદું પાણી પીવે ખરૂ...? અને કયારે પણ ખેલે ખરૂ ? તમે મેહમૂદ્રતાથી આ શું કરી રહ્યા છે ? જીવ વિનાના વિષ્ણુના કલેવરને ખભે ઉપાડી ઉપાડીને હંમેશા ફર્યા કરે છે, બલભદ્રજી, આપની કેટલી મેહમૂઢતા વિષ્ણુનુ મરણ તા આજથી છ મહિના પહેલા જરાકુમારના બાણુથી થયેલુ છે. છતાં આપ વિષ્ણુ પ્રત્યેના અનુરાગથી પાગલની જેમ આચરણ કરી રહ્યા છે. હું આપના સારથિ સિદ્ધા, દીક્ષા લેતી વખતે આપને વચન આપેલુ'. સયમની આરાધના કરીને હુ· ખીજા દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયે। છું. અવધિજ્ઞાનથી આપનું સ્વરૂપ જોઇને આપને પ્રતિબાધ કરવા આવ્યા છું. તા હવે આપણે કૃષ્ણ વાસુદેવના દેહના અગ્નિસ`સ્કાર કરીએ.' એમ કહીને દેવે સિંધુનીના કાંઠે ચંદ્નનની ચિંતામાં કૃષ્ણના દેહના અગ્નિસ`સ્કાર કર્યાં. ત્યાર બાદ દેવ સ્વસ્થાને ગયા અને બલભદ્ર વૈરાગ્ય પામી દીક્ષા લેવા માટે ઉદ્યત થયા. ભગવાન નેમિનાથે બલભદ્રને દીક્ષા લેવા માટે ઉત્સાહિત થયેલા જાણી વિદ્યાધર મુનિને બલભદ્ર પાસે માકલ્યા.
—
33
૨૫૭