________________
૨૫૨
શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ચાલતા કૌશાંબી' નામના જંગલમાં આવ્યા. ક્ષારવાળા ભજનથી, મદિરાપાનથી, ગ્રીષ્મઋતુ હોવાથી તેમજ પાપકર્મના ઉદયથી કૃષ્ણને જોરદાર તૃષા લાગી. બલભદ્રને કહ્યું : “બંધુ, મને ખૂબ જ તરસ લાગી છે. હું અહી થી એક પગલું પણ ચાલી શકે તેમ નથી, મારે કંઠે શેષાઈ રહ્યો છે. મારું તાલવું સૂકાઈ જાય છે. મને ગમે ત્યાંથી થોડું પાણી લાવી આપો.' એમ કહીને કૃષ્ણ એક વૃક્ષ નીચે બેસી ગયા. બલભદ્રે કહ્યું :- “ભાઈ, તું સાવધાન થઈને બેસજે. હું જાઉં છું. આટલામાં કોઈ જલાશય હોય તો તેને પાણી લાવીને આપું છું. પરંતુ તું જાગ્રતપણે રહેજે.’ આ પ્રમાણે કહીને બલભદ્ર પાણી લેવા માટે ગયા. કૃષ્ણ એક પગ લાંબા કરી બીજો પગ ઢીંચણ ઉપર મૂકી પીતાંબર (પીતવસ્ત્ર) ઓઢીને સૂઈ ગયા. શ્રમથી ચિરનિદ્રાનું સૂચન કરતી નિદ્રા આવી ગયી. “પુણ્યહીન એવા અમારી હાલ માઠી દશા બેઠી છે, તેથી ઊંઘી ગયેલા બંધુને કોઈ વધ ના કરી જાય, એમ વિચારી થોડે દૂર ગયેલા બલભદ્ર પાછા આવ્યા. આવીને નિદ્રાથી ઘેરાયેલા બંધુને જોઈને બલભદ્રે કહ્યું : “અરે ભ્રાતા, તે પ્રમાદ ના કર. આપણી અવદશામાં ઘણા શત્રુ સ્થાને-સ્થાને રહેલા છે, માટે ભાઈ, તારે જાગતા રહેવાનું. તું આ વૃક્ષ નીચે બેસીને જાગતે રહેજે. હું જલ્દી પાણી લઈને આવું છું. નિદ્રાથી ઘેરાયેલી આંખેવાળા કૃષ્ણ કહ્યું - “હું તમારે આશ્રિત છું. મને આપનું શરણ છે પછી ભય ક્યાંથી હોય ? માટે ચિંતા કર્યા વિના તમે જદી જાવ. મને ઠંડું પાણી લાવી આપે. મારું તાળવું અને હોઠ સુકાઈ 'જાય છે. જે વિલંબ કરશે તે કદાચ આ તૃષા જ મારા પ્રાણને હરી લેશે. માટે જલદી જાવ.” મન નહી માનવા છતાં કૃષ્ણને કહેવાથી બલભદ્ર પાણીની શોધ માટે જલદી જલ્દી ચાલ્યા. આ બાજુ વ્યાધ્રચમં અને વકીલ (વૃક્ષની છાલના વસ્ત્રો) ધારણ કરી દાઢી-મૂછ વધારી, ખભે ધનુષ્યબાણના ભાથા રાખીને શિકારી બની ગયેલે જરાકુમાર મૃગલાને શિકાર કરતો જીવન ગુજારી રહ્યો હતો. એ જરાકુમાર ભવિતવ્યતાના યોગે એ જ કૌશાંબીવનમાં ફરતો ફરતો આવેલો. તેણે પીતાંબર ઓઢીને સૂતેલા કૃષ્ણને જોયા. તેને મૃગ (હરણ)ની ભ્રાન્તિ થઈ. તેણે શિકાર કરવા માટે તીક્ષણ બાણ છોડયું. અવિવેકી એવા જરાકુમારનું બાણ ભવિતવ્યતાથી કૃષ્ણને પગના તળીયામાં પેસી ગયું. બાણના પ્રહારથી સહસા ઉઠીને કણે આમ તેમ જોયું તે દૂર દૂર ઊભેલે એક પુરૂષ દેખાયો. પુરૂષને જોઈને વિષ્ણુએ કહ્યું – “અરે પુરૂષ, તું કેણ છે ? હજુ સુધી અજાણ્યા કોઈ પણ માણસે મને એક સળી પણ મારી નથી. તે તું બેલ, તું કૅણ છે? તારી જાતિ, કુલ અને તારું નામ મને જણાવ. ત્યારે વૃક્ષની પાછળ રહેલા જરાકુમારે કહ્યું - શું તમે કોઈ મનુષ્ય છો ? હું હરિવંશ કુલરૂપી ગગનમાં પ્રખર તેજસ્વી સૂર્ય સમાન વસુદેવને જરાકુમાર” નામને હું પુત્ર છું. જેઓએ રણસંગ્રામમાં હજારો અને લાખો યોદ્ધાઓને પરાસ્ત કર્યા છે, એવા રામ અને કૃષ્ણ મારા બે લઘુ બંધુઓ છે. “જરાદેવીના પુત્ર જરાકુમારના હાથે કૃષ્ણનું મરણ થશે.” આ પ્રકારના ભગવાન નેમિનાથના વચન સાંભળીને હું નગર છોડીને બહાર નીકળી ગયો. “મારા હાથે મારા ભાઈને વધ ના થાય. એ ભયથી અને ભાઈની રક્ષા માટે હું વનચર (વનવાસી) બની ગયો. બંધુના સ્નેહથી વનવાસ સેવતા મને બાર વર્ષ થઈ ગયા, પરંતુ અહીંયા (આ વનમાં) આજ સુધી કોઈ માણસ દેખાયો નથી. તે તમે કેણુ છો, તે મને કહો.” ત્યારે કૃષ્ણ કહ્યું :- “હું કૃષ્ણ છું. જેના માટે તું બાર વર્ષ વનવાસ સેવી રહ્યો છે, તે જ હું કૃષ્ણ છું, તું અહીં આવ. ભય ના રાખીશ. ભવિતવ્યતા કયારે પણ મિથ્યા થતી નથી. ભગવાન નેમિનાથે કહ્યું તે પ્રમાણે જ બધુ બન્યું છે. તારે વનવાસ ફેગટ ગયો. હવે હું તારા આ પ્રહારથી જીવીશ નહી. બે ઘડી છું, તે ભાઈ, તું જલદી આવ. આપણે બે ડી