________________
સર્ગ–૧૫
૨૫3
વાર સુખદુઃખની વાત કરી લઈએ. દેહની છાયાની જેમ સાથે રહેનારા રામ પાણું લેવા ગયા છે, એ પહેલાં તું આવી જા.” આ પ્રમાણે કૃષ્ણના વચન સાંભળીને નજીક આવી પગે વિંધાયેલા કૃષ્ણને ઓળખીને, જરાકુમાર મૂછિત થઈ ગયો. મુશ્કેલીએ ચિતન્ય પ્રાપ્ત કેઈપણ જાતની દુર્ભાવનાથી રહિત દુર્ભાગી એ જરાકુમાર કપાત કરવા લાગ્યા :- “અરેરે, એ ભાઈ, મેં શું કર્યું? ધીક્કાર હો મને. હું કયાં જાઉં ? શું કરીશ? મારો વિશ્વાસ કોણ કરશે ? અરે, હું નીચમાંથી પણ નીચ માણસ છું. અધમાધમ છું. મેં મારા સગાભાઈનો વધ કર્યો. નિરપરાધી જીવોને મારતા એવા પાપીનું નરકમાં પણ સ્થાન નથી. અરેરે, વસુદેવને પુત્ર થઈને મેં અધમ કય કર્યું. ભગવાને કહ્યું ત્યારે હું કેમ ના મરી ગયે ? અરે બંધુ, શ દ્વારિકા બળી ગઈ ? આપણા માતા-પિતા વસુદેવ-દેવકી એ બધાનું શું મરણ થયું ? શું બધા જ યાદોને નાશ થઈ ગયો ? તેથી ભમતા–ભમતા તમે અહીં આવી ગયા ? મને ઘેર પા૫ આપવા માટે અને આપના જીવિતને નાશ કરવા માટે, ભાઈ તમે અહીં કેમ આવ્યા? આપના સહચારી બંધુ બલભદ્ર ક્યાં ગયા ? કૃષ્ણ કહ્યું: ‘મારા માટે પાણી લેવા ગયા છે. અરેરે, ભાઈ, અજ્ઞાનથી બાણ છોડતાં મૂર્ખ એવા મારા હાથની આંગળીઓ ધનુષ્યની સાથે કેમ તૂટી ના પડી ?” આ પ્રમાણે વિલાપ અને રૂદન કરતો જરાકુમાર પશુઓને રેવડાવતે વ્યાકુળ બની ગયા, ત્યારે વિષ્ણુએ કહ્યું – “ભાઈ, હવે તું શા માટે રૂદન કરે છે ? જે થવાનું હતું તે થઈ ગયું. ભાવી કર્મ રેખા બલવાન છે. ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ ભવિતવ્યતા ચલિત થતી નથી. તે હવે તું દુઃખ ના કરીશ. પાછલા પગે દૂર દૂર ચાલ્યો જા. જેથી તારા પગલે પગલે બલભદ્ર આવે નહી, અને તારે વધ કરે નહી. દ્વારિકાપુરી તેમજ બધા યાદવે ભસ્મીભૂત થઈ ગયા છે. એમાંથી કોઈપણ બચ્યું નથી. જે આપણુ યાદવવંશમાં તું જીવતો રહીશ, તો સારું છે. લે આ કૌસ્તુભમણી. તેને લઈને તું પાંડવ મથુરા જઈ પાંડવોને બધા સમાચાર આપજે. દ્વારિકાનું બધું સ્વરૂપ તેઓને કહેજે. તેઓના ઉપર કરેલા મારા અપરાધોની ક્ષમા આપવાનું કહેજે. મેં તેઓને પૂર્વે ઘણા સંતાપ્યા હશે, તે બધા કલેશેની મને ક્ષમા આપવાનું કહેજે. બસ, હવે તું પાછા પગ મૂકતે મૂકતો જહદી ચાલ્યો જા. નહીતર બલભદ્ર આવશે તો અનર્થ થશે. આ પ્રમાણે આગ્રહપૂર્વક ના કહેવાથી, જરાકુમાર કૃષ્ણના પગમાં લાગેલા બાણને ખેંચીને કૌસ્તુભરત્નને લઈને, રૂદન કરતા કરતે પાછું વળી વળીને જેતે, ત્યાંથી ચાલી નીકળ્યો.
गते कुमारे तस्याभू-द्वदना चातिवेदना। भावितीर्थकरत्वेन, तद्वयानमप्यभूच्छुभं ॥४७॥ ततःप्राह नमोऽर्हद्भ्यः, सिद्धेभ्योऽपि नमो मम । आचार्येभ्य उपाध्याय-साधुभ्यो भवतान्नमः। आबाल्यात् ब्रह्मचर्यस्य, पालकाय स्वयंभुवे । नमः श्रीनेमिनाथाय, यदुवंशप्रदीपिने ॥४९॥ नमस्कृत्येति सुप्तः स, स्रस्तरे तृणनिमिते । जानूपरि क्रमं न्यस्मा-च्छाद्य पीतांबरं तनौ ॥ वरदत्तादयो भूपा, रुक्मिण्याद्या ममांगनाः । पुत्राः प्रद्युम्नसांबाद्या-स्ते धन्या यवतं दधे ॥ पूर्वजन्मनि जनित-निदानघनकर्मणा । अहं तु वासुदेवोऽपि. सहामीति विडंबनां ॥५२॥ शयितो भावयन्नेवं, पादघातातिपीडितः । क्रूरध्यानधरः कृष्णः, कृष्णवर्त्मवदज्वलत् ॥५३॥ पिपासाशोकवातेन, विधाप्यंगे निपीडितः। केशवत्वादधोगामी, नारायणो व्यचितयत् ।५४।